Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુંભ સહિત બે રાશિના જાતકોને ગણતરી ધારણા પ્રમાણેનું કામ થવાથી પ્રસન્નતા જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. અગત્યના કામ અંગે મુલાકાત થાય.
શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૧-૮
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપને કામકાજમાં પ્રગતિ જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. ઉચાટ રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૬
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના રૃકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી સરળતા રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૯-૩
Cancer (કર્ક: ડ-હ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીને કારણે નાણાભીડ રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૭-૪
Leo (સિંહ: મ-ટ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામ અંગે મુલાકાત થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૬
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને ચિંતા અનુભવાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૮
Libra (તુલા: ર-ત)
દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૭-૨
Scorpio (વૃશ્ચિક: ન-ય)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાનના કામમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૬-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં સરળતા રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૮-૪
Capricorn (મકર: ખ-જ)
રાજકિય-સરકારી, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું પડે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૨
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૪
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કાર્યમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. ધીરે ધીરે કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૯