Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આર્યસમાજ દ્વારા ત્રિદિવસીય વકતૃત્વ સ્પર્ધા સંપન્ન

હાલારની વિદ્યાર્થિની માટે યોજાયેલી આ સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: આર્યસમાજ  જામનગર દ્વારા જામનગર શહેર અને દ્વારકા જિલ્લાની વિદ્યાર્થિનીઓની ત્રિદિવસીય વકતૃત્વ સ્પર્ધા સંપન્ન થઈ છે. જેના વિજેતાઓને પ્રોત્સાહક ઈનામો અપાયા હતાં.

શ્રી આર્યસમાજ-જામનગરના ૯૮ માં વાર્ષિકોત્સવ અને શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૮ માં વાર્ષિકોત્સવ પ્રસંગે જામનગર શહેર અને દ્વારકા જિલ્લાની વિદ્યાર્થિનીઓની ત્રિદિવસીય વકતૃત્વ સ્પર્ધાનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક વિભાગની સ્પર્ધા સ્મૃતિશેષ છગનલાલ રામજીભાઈ મહેતા અને સ્મૃતિશેષ શ્રી ગંગાબેન છગનલાલ મહેતાની પુણ્યસ્મૃતિમાં, માધ્યમિક વિભાગની સ્પર્ધા સ્મૃતિશેષ ભાણજીભાઈ સંઘરાજભાઈ પટેલ અને સ્મૃતિશેષ રામાણી મહેશભાઈ ભાણજીભાઈ પટેલની પુણ્યસ્મૃતિમાં અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સ્પર્ધા સ્મૃતિશેષ જયંતિલાલ ગોકલદાસ ઠક્કર અને સ્મૃતિશેષ ઉષાબેન ધીરજલાલ બરછાની પુણ્યસ્મૃતિમાં યોજવામાં આવી. આ ત્રણેય સ્પર્ધામાં કુલ ૯૦ વિદ્યાર્થિનીએ ભાગ લીધો હતો.

આ સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા, જામનગર જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ અને આર્યસમાજ  જામનગર ના પ્રમુખ દીપકભાઈ ઠક્કર રહેલ.

અતિથિ વિશેષ તરીકે જામનગર દક્ષિણ (૭૯)ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ચેમ્બર્સ ઓફ કોમર્સ  ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમણિકભાઈ અકબરી, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયા, જામનગર જિલ્લા માધ્યમિક સંઘના પ્રમુખ મહેશભાઈ મુંગરા, ઉમિયા પરિવાર ટ્રસ્ટ ધ્રોલના ટ્રસ્ટી બી.જી.કાનાણી, પી.બી. એન્ડ બી.બી. હીરપરા કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી જમનભાઈ તારપરા, નેશનલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગોહિલ, જી.એસ. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યા હીનાબેન તન્ના, જી.ડી. શાહ ગ્રુપ ઓફ સ્કૂલના આચાર્યા ઝંખનાબેન વાછાણી ઉપસ્થિત રહૃાા હતા.

પ્રાથમિક વિભાગની સ્પર્ધામાં પ્રથમ નંબર કુ. જળુ હેતવી ગૌતમભાઈ (શ્રીમતી પાર્વતીદેવી વિદ્યા મંદિર પ્રાથમિક શાળા), દ્રિતીય નંબર કુ. ચૌહાણ હર્ષાલી રાજેશભાઈ (નગર પ્રાથમિક શાળા  નંબર ૪૬ જામનગર), તૃતીય નંબર કુ. નાનાણી રીયા જીગ્નેશભાઈ (માતૃશ્રી નવલબેન જી. શાહ ગુજરાતી પ્રાથમિક શાળા) અને શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓની આંતરિક સ્પર્ધાના વિજેતા પ્રથમ નંબર કુ. વાઘેલા વિશ્વા ચેતનભાઈ, દ્રિતીય નંબર કુ. દવે રિદ્ધિ જગદીશભાઈ, તૃતીય કુ. ચૌહાણ માહી હિરેનભાઈએ પ્રાપ્ત કર્યા હતા.

માધ્યમિક વિભાગની સ્પર્ધામાં પ્રથમ નંબર કુ. રાઠોડ લક્ષ્મી ધીરજભાઈ (કાલિંદી સેકન્ડરી  હાયર સેકન્ડરી વર્લ્ડ સ્કૂલ-જામનગર), દ્રિતીય  નંબર કુ. અગ્રાવત કોમલ રાજેશભાઈ ( શ્રી આર. આર. શાહ હાઈસ્કૂલ જામનગર), તૃતીય નંબર કુ. વીંધાણી ફીઝાબાનુ ઈરફાનભાઈ (શ્રીમતી જી. એસ. મહેતા મ્યુનિસિપલ કન્યા વિદ્યાલય-જામનગર) અને શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓની આંતરિક સ્પર્ધાના વિજેતા પ્રથમ નંબર કુ. મણવર કશીશ રમેશભાઈ, દ્રિતીય નંબર કુ. રાઠોડ પલક કમલભાઈ, તૃતીય નંબર કુ. ગોસ્વામી નીયતી જીગ્નેશગીરીએ પ્રાપ્ત કર્યા હતા.

ઉચ્ચતર માધ્યમિક વિભાગની સ્પર્ધામાં પ્રથમ નંબર કુ. સમા અલવીરા આરીફભાઈ (શ્રી રતનબાઈ કન્યા વિદ્યાલય - જામનગર), દ્રિતીય નંબર કુ. બરછા હિરવા ધવલભાઈ (પ્રાઈમ સ્કૂલ - જામનગર), તૃતીય નંબર કુ. ગજરા ખુશી જયેશભાઈ (શ્રી સત્યસાઈ વિદ્યાલય) અને શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓની આંતરિક સ્પર્ધાના વિજેતા પ્રથમ નંબર કુ. હરવરા રિયા રમેશભાઈ, દ્રિતીય નંબર કુ. મહેતા પરી સંદીપભાઈ, તૃતીય નંબર કુ. ગોરેચા ઊર્મિ હરીશભાઈએ પ્રાપ્ત કર્યા હતા.

આ સ્પર્ધામાં સંસ્થા તરફથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને પુરસ્કારો અને શિલ્ડ સંસ્થાના પ્રમુખ દિપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ વિનુભાઈ નાંઢા, ઉપપ્રમુખ વિજયભાઈ ચૌહાણ, ઉપમંત્રી મનોજભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ જગદીશભાઈ મકવાણા, અંતરંગ સદસ્ય તેજભાઈ ઠક્કર, આર્ય વિદ્યાસભા-જામનગરના સદસ્યો રામભાઈ બરછા, નીમુબેન રામાણી અંતરંગ નિમંત્રિત સદસ્ય આશાબેન ઠક્કર, સુનિતાબેન ખન્ના તેમજ નિર્ણાયકો ડીજીટી શિક્ષણ મહાવિદ્યાલય અલીયાબાડાના આચાર્યા ડો. રૂપલબેન માંકડ, મીનાક્ષી બી.એડ. કોલેજ  લાખાબાવળના આચાર્યા દિનાબેન ત્રિવેદી, જી.ડી. શાહ હાઈસ્કૂલ-જામનગરના આચાર્યા રશ્મીબેન કંડોરિયા, સરદાર પટેલ હાઈસ્કૂલ  જામનગરના આચાર્યા તૃપ્તિબેન ચોવટિયા, વિનય વિદ્યા મંદિર ધુંવાવના આચાર્યા ધકુબેન મકવાણા, એ.બી. વિરાણી વિદ્યાલય શિક્ષિકા વિલાસબેન સોજીત્રા દ્વારા આપવામાં આવ્યા હતાં.

દરેક સ્પર્ધકને પ્રોત્સાહક પારિતોષિકો દીપકભાઈ ઠક્કર, ધવલભાઈ બરછા અને રોકડ પુરસ્કાર સ્મૃતિશેષ મહેશભાઈ ભાણજીભાઈ રામાણી પરિવાર તરફથી આપવામાં આવ્યા હતાં.

સંસ્થા, શાળા અને સ્પર્ધાનો પરિચય શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયાએ આપેલ હતો. આભાર દર્શન શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમિક વિભાગના શિક્ષિકા હેતલબેન કાટબામણાએ કર્યું હતું.

કાર્યક્રમનું આયોજન આર્યસમાજ-જામનગરના પ્રમુખ દીપકભાઈ જયંતિલાલ ઠક્કર, માનદ્દમંત્રી ધવલભાઈ ધીરજલાલ બરછા, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા અને પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસના માર્ગદર્શન હેઠળ નીપાબેન મકવાણા, મીન્ટુબેન ચોવટીયા, હેતલબેન દેલવાડીયા, નિરૂપાબેન હુંબલ, અસ્માબેન મુન્દ્રા, ઉષાબેન જગોદ્રા, ધરતીબેન વસરા, કોષાબેન માંકડ, મીતાબેન જાની, રાધિકાબેન માણેક, નીકીતાબેન વારા, પારૂલબેન પરમાર અને શિક્ષકગણ અને સેવકો દ્વારા સંપન્ન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh