Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રાહક અને સંચાલક વચ્ચે થયેલી બોલાચાલી પછી
જામનગર તા. ૨૧: જામનગર નજીકના દરેડ ગામમાં આવેલા ડાયનીંગ હોલમાં જમવા ગયેલા સિક્યુરિટી કંપનીના સુપરવાઈઝર અને તેના સંચાલક પર ધોકા-પાઈપ વડે હુમલો કરીને તેમજ ઢીકાપાટુનો માર મારવા અંગે એક પરિવારના બે મહિલા સહિત છ વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરમાં શાંતિનગર-પ વિસ્તારમાં રહેતા હરદેવસિંહ બટુકસિંહ વાળા (ઉ.વ.પ૭)એ પોતાના પર તેમજ પોતાની એક્ટિવ સિક્યુરિટી સર્વિસના સુપરવાઈઝર સંજીવકુમાર દ્વિવેદીને ગાળો ભાંડીને લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરીને તેમજ ઢીકાપાટુનો માર મારવા અંગે સુનિલ નંદા, વિશાલ સુનિલ નંદા, ધ્રુવ સુનિલ નંદા, રોહિત નંદા, નિશાબેન સુનિલ નંદા અને માયાબેન વશીયર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સિક્યુરિટી કંપનીના સુપરવાઈઝર સંજીવકુમાર દ્વિવેદી દરેડના શિવમ ડાયનીંગ હોલમાં જમવા ગયા હતા. ત્યારે સુનિલ અને વિશાલ નંદા નામના ડાયનીંગ હોલના સંચાલક પિતા-પુત્ર સાથે બોલાચાલી થતાં પિતા-પુત્રએ સંજીવકુમારને માર માર્યાે હતો. આથી સંજીવકુમારે પોતાની સિક્યુરિટી કંપનીના સંચાલકને ફોન કરી બોલાવ્યા હતા. આથી હરદેવસિંહ વાળા ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારે આ તમામ છ વ્યક્તિઓએ બંને પર હુમલો કર્યાે હતો. પોલીસે હરદેવસિંહ બટુકસિંહ વાળાની ફરિયાદના આધારે ગુન્હો નોંધ્યો છે જેની તપાસ એએસઆઈ એમ.એમ. જાડેજા ચલાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial