Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જુગારના છ દરોડામાં બત્રીસ ઝડપાયાઃ રૂ.૪૭ હજારની રોકડ કબજે

નવ મહિલા પણ જુગાર રમતા પકડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગર શહેર અને તાલુકામાં પોલીસે ગઈકાલે જુગાર અંગેના અલગ અલગ છ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને કુલ નવ મહિલા સહિત બત્રીસને રૂ.૪૬૯૬૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા પૃથ્વીરાજસિંહ ગુલાબસિંહ વાઢેર, વિકીભાઈ જેઠાભાઈ વસંતાણી, રાકેશ ચમનભાઈ નડીયાધરા, દક્ષાબેન દિલીપભાઈ ખીરસરીયા, શિતલબા કાળુભા પીંગળને રૂ.૧૧૮૪૦ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.

જામનગરના રણજીતસાગર માર્ગે સુભાષ પાર્ક શેરી નં.પમાં ગઈસાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા વીરમભાઈ લખમણભાઈ કંટારીયા, અરવિંદભાઈ ભીખાભાઈ પરમાર, માધાભાઈ અરજણભાઈ પરમાર, હંસાબેન ધીરજલાલ સોલંકી, મુળીબેન વસરામભાઈ જેપાર, ચંપાબેન કારાભાઈ જેપાર, શિલ્પાબેન અરવિંદભાઈ પરમાર, કીર્તિબેન લખમણભાઈ પરમાર, ધનવંતરીબેન કાનાભાઈ રાઠોડને રૂ.૪૯૧૦ની રોકડ સાથે પોલીસે પકડી લીધા હતા.

જામનગરમાં વામ્બે આવાસ માર્ગે ગઈ સાંજે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા જીવાભાઈ માલશીભાઈ ગોરણીયા, નીતિનભાઈ નથુભાઈ પરમાર, અજય મુળજીભાઈ મકવાણા અને ખીમજીભાઈ હીરાભાઈ માતંગને રૂ.૧૦૧૦૦ની રોકડ સાથે પોલીસે પકડી પાડ્યા હતા.

જામનગરના રામનગર શેરી નં.૬માં જાહેરમાં ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા ટમુભા બચુભા પરમાર, ચમનભાઈ ધરમશીભાઈ પરમાર, જીતેશભાઈ કાળુભાઈ સવાસરીયા, રવિભાઈ અમુભાઈ સોલંકી, બિપીનભાઈ અમુભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ સુખુભા ગોહિલ, નરેશભાઈ બાબુભાઈ સોલંકી અને સુનિલ જયંતિલાલ ભદ્રાને રૂ.૧૦૪૦૦ની રોકડ સાથે પોલીસે પકડી લીધા હતા.

જામનગર તાલુકાના ખીમલીયા ગામ પાસેના અવસર પાર્ટી પ્લોટ નજીક જાહેરમાં રોનપોલીસનો જુગાર રમતા ઘોઘો બાબુભાઈ ઝીંઝુવાડીયા, કિશન દેવાભાઈ વાઘેલા, વિજય જગદીશભાઈ ઝીંઝુવાડીયા, રોહિત જગદીશભાઈ ઝીંઝુવાડીયાને રૂ.૬૨૦૦ની રોકડ સાથે પોલીસે દબોચી લીધા હતા.

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મોટા પીર ચોકમાં ગઈકાલે જાહેરમાં ઘોડીપાસા ફેંકી જુગાર રમી રહેલા નવાઝ ઉર્ફે ટકો ઈકબાલભાઈ બકાલી અને મજીદ ઉર્ફે મજલો હસનભાઈ દરજાદાને રૂ.૩૫૧૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh