Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે જાહેરનામાનું સગવડીયું અર્થઘટન કર્યું!
ઓખા તા. ૧૩: ઓખા-બેટ દ્વારકા વચ્ચેના સુદર્શન સેતુ પર ગઈકાલથી એક સપ્તાહ માટે ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલમાં આવ્યું છે તેમ છતાં ગઈકાલે બસ સહિતના ભારે વાહનો ત્યાંથી પસાર થતાં જોવા મળ્યા હતા અને ઓખાના ફોજદારે જાહેરનામું સગવડ માટે હોય છે, ભીડ થશે ત્યારે અમલવારી કરાવીશું તેવો જવાબ આપી જાહેરનામાનું સગવડીયું અર્થઘટન કર્યું છે.
ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પરથી પ્રવાસીઓની અવરજવરની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. ઉત્સવ દરમિયાન જામતી ભારે ભીડના કારણે અને તાજેતરમાં બનેલા ગંભીરા બ્રિજના અકસ્માતને ધ્યાનમાં રાખીને તા.૧રથી તા.૧૯ ઓગસ્ટ સુધી સુદર્શન સેતુ પરથી ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામુ અમલમાં આવ્યું છે. તેમ છતાં ગઈકાલે બસ સહિતના ભારે વાહન પુલ પરથી આવતા જતા જોવા મળ્યા હતા.
જાહેરનામાની અમલવારી સામે પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે ત્યારે જાહેરનામાની અમલવારીમાં ચૂક કરાઈ રહી છે કે બેદરકારી દાખવવામાં આવી રહી છે? તે વિષય ચર્ચામાં આવ્યો છે. આ મુદ્દે 'નોબત'ના પ્રતિનિધિએ ઓખા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જરૂનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો.
ટેલિફોનિક વાતચીતમાં પીએસઆઈએ જાહેરનામું સવલત માટે હોય છે એટલે જ્યારે સુદર્શન સેતુ પર ભીડ થાય ત્યારે તેની અમલવારી કરાવવામાં આવશે, હાલમાં ટ્રાફિક નથી ત્યારે અમલવારી કરતા નથી તેવો જવાબ આપતા પોલીસ દ્વારા જાહેરનામાનું સગવડીયુ અર્થઘટન કરાયું હોવાની ચર્ચા જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial