Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઘપરની યુવતી ગુમ થયાની જાણ કરાઈઃ
જામનગર તા. ૧૩: લાલપુરના મેઘપરમાં રહેતા એક યુવતી સોમવારની રાત્રિથી મંગળવારની સવાર સુધીમાં પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ પોતાની સાથે મોબાઈલ, જન્મનો દાખલો, આધારકાર્ડ લેતા ગયા છે. જ્યારે પત્નીએ કામે જવા માટે પતિને કહ્યા પછી પગાર લેવા જવાનું કહી પતિ ગુમ થઈ ગયાનું પોલીસમાં જાહેર કરાયું છે. પોલીસે બંને વ્યક્તિના ફોટા, વર્ણન મેળવ્યા છે.
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા મેઘપર ગામના ભૂપતસંગ માનસંગજી કંચવા નામના પ્રૌઢની વીસ વર્ષની પૌત્રી પાયલબા સોમવારની રાત્રિથી મંગળવારની સવાર સુધીમાં પોતાના ઘરેથી ક્યાંક ચાલી જતા દાદા ભૂપતસંગે પોલીસને જાણ કરી છે.
ઉપરોક્ત યુવતી ઘઉંવર્ણાે વાન, મધ્યમ બાંધો અને સાડા ચારેક ફૂટની ઉંચાઈ ધરાવે છે. તેણીના જમણા હાથમાં ત્રાજવું ત્રોફાવેલું છે. મોબાઈલ ફોન અને આધારકાર્ડ તેમજ જન્મનો દાખલો સાથે લેતી ગયેલી આ યુવતીએ છેલ્લે કાળા રંગનું નાઈટ ડ્રેસનું પેન્ટ અને પીળુ ટી-શર્ટ ધારણ કરેલુ હતું. મેઘપર પોલીસે તેણીની શોધ શરૂ કરી છે.
જામનગરના શાંતિનગર વિસ્તારની શેરી નં.૭માં રહેતા રવિન્દ્રસિંહ રતનસિંહ જાડેજા (ઉ.વ.૬પ) નામના પ્રૌઢ ગઈ તા.૯ની સવારે પોતાના ઘરેથી પગાર લેવા જવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ ગયા છે. તેમના પત્નીએ પોલીસ સમક્ષ કરેલી જાહેરાતમાં જણાવ્યું છે કે, છેલ્લા બેએક મહિનાથી તેમના પતિ કામે જતા ન હતા. તેઓને કામે જવા બાબતે પત્નીએ કહ્યા પછી શનિવારે સવારે પગાર લેવા જવાનું કહી રવિન્દ્રસિંહ ગુમ થઈ ગયા છે. પોલીસે તેઓનો ફોટો, વર્ણન મેળવી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial