Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં થયું રાવણ દહનઃ મહાનુભાવો સહિત મેદની ઉમટી

'છોટીકાશી' માં વિજયા દશમી પર ધર્મના વિજયનો ધમાકાભેર જયઘોષઃ

                                                                                                                                                                                                      

 

'છોટીકાશી' જામનગરમાં વિજયા દશમી નિમિત્તે સિંધી સમાજ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં પરંપરાગત રીતે રાવણ દહનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. સિંધી સમાજ દ્વારા છેલ્લા સાત દાયકાથી રાવણ દહન કરવામાં આવે છે. રાવણ દહન પૂર્વે નાનકપુરીથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી રામ સવારી નીકળી હતી. હવાઇ ચોક, ચાંદી બજાર, રણજીત રોડ, લીમડાલાઇન, તથા ગૌરવ પથ પર થઇ રામ સવારી પ્રદર્શન ગ્રાઉન્ડ પહોંચી હતી. રામ સવારીમાં હનુમાનજી સહિતનાં દેવતાઓના પાત્રોની વેશભૂષામાં કલાકારોએ આકર્ષણ જગાવ્યું હતું. રાવણ દહનનાં કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશભાઇ અકબરી તથા રીવાબા જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસક પક્ષ નેતા આશિષભાઇ જોશી સહિતનાં સત્તાધીશો અતિથિ થયા હતાં. જામનગર સિંધી સમાજનાં પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી,સમાજનાં ચેરમેન તથા ગુજરાત સરકારનાં પૂર્વ મંત્રી પરમાનંદભાઇ ખટ્ટર, સમાજનાં જનરલ સેક્રેટરી કિશોરકુમાર સંતાણી સહિતના હોદ્દેદારો તથા  સિંધી અગ્રણીઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યુ હતું. સાંસદ પૂનમબેન માડમ દ્વારા સિંધી સમાજનાં સમગ્ર આયોજનને બિરદાવી રાવણ દહનના કાર્યક્રમથી નવી પેઢીને પણ ધર્મનાં માર્ગે ચાલવાની પ્રેરણા મળતી હોવાનું જણાવ્યું હતું. સંધ્યા સમયે ૩૦ ફૂટ ઉંચા કુંભકર્ણ અને મેઘનાદનાં પૂતળાઓ તથા ૩૫ ફૂટ ઉંચા રાવણનાં પૂતળાને ભગવાન શ્રી રામનું પાત્ર ભજવનાર પાત્ર દ્વારા તીર ચલાવી આગચંપી કરવામાં આવી હતી જે પછી ધડાકાભેર ત્રણેય અસુરનાં પૂતળાઓ સળગી ઉઠ્યા હતા અને અગ્નિની જ્વાળાઓએ અધર્મનાં અંધકાર સામે ધર્મનાં ઉજાસનો જયઘોષ કર્યો હતો. રાવણ દહનનો કાર્યક્રમ નિહાળવા હકડેઠઠ મેદની ઉમટી પડી હતી. જે આજનાં ડિજીટલ યુગમાં પણ સાંસ્કૃતિક પરંપરાઓ પ્રત્યે લોકોની રૂચિ અકબંધ હોવાનાં પુરાવા સમાન છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh