Advertisement
Author: નોબત સમાચાર

ટ્રસ્ટની જગ્યામાં પાંચેક દાયકાથી ભાડૂત તરીકે રહેલા વેપારી સામેના બે દાવા ફગાવાયા

૨૦ વર્ષ પહેલાં ટ્રસ્ટ દ્વારા અદાલતમાં કરાયા હતા દાવાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરની દશા સોરઠિયા વણિક જ્ઞાતિની જગ્યામાં પાંચેક દાયકાથી ભાડુત તરીકે રહેલા વેપારી સામે ટ્રસ્ટ દ્વારા ૨૦ વર્ષ પહેલાં અદાલતમાં બે દાવા કરાયા હતા. તે દાવા અંગે વેપારી તરફથી રજૂ થયેલી દલીલો તથા પુરાવાઓ ધ્યાને લઈ અદાલતે બંને દાવા ફગાવી દીધા છે.

જામનગરના સેન્ટ્રલ બેંક-માંડવી ટાવર રોડ પર આવેલી દશા સોરઠીયા વણિક જ્ઞાતિ સમાજની જગ્યામાં બકુલ સાડી સેન્ટર નામની દુકાન ચલાવતા બકુલભાઈ વનરાવનભાઈ પોપટ સામે વર્ષ ૨૦૦૬માં ટ્રસ્ટ દ્વારા અદાલતમાં બે દાવા કરાયા હતા. જેમાં જણાવાયા મુજબ ટ્રસ્ટની જગ્યાના ભાડુત બકુલભાઈએ તાળા તોડી ટ્રસ્ટની સંમતી વગર કે જામ્યુકોની મંજૂરી વગર બાંધકામ કરી નાખ્યું છે અને ટ્રસ્ટની મિલકતને નુકસાન કર્યું છે. તેમ જણાવી અગાસીમાં બાંધકામ ન કરવા દેવા માટે મનાઈહુકમ પણ મંગાયો હતો.

તે દાવામાં બકુલભાઈએ વર્ષ ૧૯૭૦થી આ જગ્યા પર તેઓનો ભાડુઆતી કબજો હોવાનું જણાવી ડિસેમ્બર ૨૦૦૦માં વેચાણ કરારથી ટ્રસ્ટ સાથે લખાણ કરી ચેક તથા રોકડથી રકમ ચૂકવી મિલકતને ડેવલોપ કરવાની પરવાનગી માંગ્યાની દલીલ ઉપરાંત તેના પ્લાન, નકશા જામ્યુકોમાં મંજૂરી માટે મુક્યાનું પણ ઉમેરી બદઈરાદાથી દાવા કરાયા હોવાની દલીલ કરી હતી.

ઉપરોક્ત બન્ને દાવા એક સાથે ચલાવવાનો હુકમ કરાયા પછી અદાલતે બંને પક્ષની દલીલો સાંભળી વાદી પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ છે તેમ ઠરાવી બંને દાવા રદ્દ કરવાનો આદેશ કર્યાે છે. ૧૯ વર્ષ અને ૮ મહિના પછી આ દાવામાં ભાડુતની તરફેણમાં આદેશ આવ્યો છે. પ્રતિવાદી બકુલભાઈ પોપટ તરફથી વકીલ હેમલભાઈ ચોટાઈ, વી.એચ. બક્ષી, હીરેનભાઈ ગુઢકા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh