ચિરવિદાય

જામનગરઃ બેટ દ્વારકા મંદિરના વ્યવસ્થાપક અને હેડ એકાઉન્ટન્ટ તથા સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા અને ટ્રસ્ટોમાં સેવા આપતા દિનેશભાઈ ચુનીલાલ બદીયાણી (ઉ.વ.૬૪) તે અનસુયાબેન મહેશભાઈ કોટેચા, કનુભાઈ, કિશોરભાઈના ભાઈનું અવસાન થયું છે.

જામનગરઃ સ્વ. તુલસીદાસ માધવજીભાઈ મેતાના પુત્રવધૂ શાંતાબેન વસંતલાલ મેતા (ઉ.વ.૮૬) તે સ્વ. બુધ્ધિલાલ રણછોડદાસ મેતાના પુત્રી, ભરતભાઈ, મનીષભાઈ (મેતા વસંતલાલ તુલસીદાસવાળા), હર્ષિદાબેન નરેશકુમાર સંઘવી, પ્રીતિબેન મનોજકુમાર સોલાણી, ભાવનાબેન મયુરકુમાર મેતાના માતા, જયશ્રીબેન, અલ્પાબેન, નરેશકુમાર, મનોજકુમાર, મયુરકુમારના સાસુ તથા પ્રિયા, જિનલ, વામા, પ્રાંજલના દાદી અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૪ને ગુરૂવારના સવારે ૯ કલાકે જ્યોતિ વિનોદ ઉપાશ્રય, જી.પી.ઓ. સામે જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ (મૂળ હડમતીયા જંકશન) મચ્છુ કઠિયા સુથાર જ્ઞાતિના ગોવિંદભાઈ છગનલાલ પીઠડીયા (નિવૃત્ત મામલતદાર) (ઉ.વ.૭૪) તે અશ્વિનભાઈ, હિરેનભાઈ, ચિંતનભાઈના પિતા, દિયા, ધાની, આર્યન, જેનીના દાદા તથા સ્વ. હેમરાજભાઈ ગીરધરભાઈ પરમાર (જોડીયાવાળા)ના જમાઈનું તા. ૨૨ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું અને પિયરપક્ષની સાદડી તા. ૨૫ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખેલ છે.

જામનગર નિવાસી (મૂળઃભેંસદળ) ભૂપતભાઈ ગોપાલભાઈ રામપરીયા (ઉ.વ.૫૮) તે ભારતીબેનના પતિ, સ્મિતેશ, ભક્તિના પિતા, ભીખુભાઈ, મહેશભાઈના ભાઈનું તા. ૧૯ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૧ને સોમવાર સાંજે ૫ થી ૬ દરમ્યાન ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની વાડી, કડીયાવાડ (દુવારો), જામનગરમાં રાખેલ છે.

જામનગર નિવાસી (મૂળઃજામકલ્યાણપુર) પ્રેમજીભાઈ મનજીભાઈ ગોકાણીના પત્ની જ્યોત્સનાબેનનું અવસાન થયું છે. તે નિલેશભાઈ, અનિલભાઈ, ભરતભાઈ, કલ્પેશભાઈ, દક્ષાબેન ભાવિનકુમાર લાખાણીના માતા, વિઠ્ઠલભાઈ, મોહનભાઈ, ખીમજીભાઈ, ભગવાનજીભાઈ બથિયાના બેન થાય. સદ્ગતનું બેસણું તથા મોસાળપક્ષની સાદડી તા. ૨૧, સોમવારે સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

ભાટીયાઃ શાંતિલાલ દુર્લભજી રાજ્યગુરૂ (ઉ.વ.૬૫) (ગાગાવાળા શ્રી મોમાઈ વાસણ ભંડારવાળા) તે રમણીકભાઈના નાનાભાઈનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૧, સોમવારે સાંજે ૪ઃ૩૦ થી ૫ દરમ્યાન દુધેશ્વર મહાદેવ મંદિરે ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવેલ છે.

close
Ank Bandh