Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને પક્ષે કરી ફરિયાદઃ બેને થઈ ગંભીર ઈજાઃ
જામનગર તા. ૨૭: જામજોધપુરના ચુર ગામમાં ત્રણેક વર્ષ પહેલાં ખરીદવામાં આવેલી જમીન પછી આ ગામના જ બે વ્યક્તિ વચ્ચે જમીનમાંથી રસ્તો કાઢવા તથા ફેન્સીંગ કરવાના મુદ્દે મનદુખ થયા પછી બેસતા વર્ષની બપોરે બંને જૂથ સામસામા આવી જતાં મારામારી થઈ હતી. જેમાં બે વ્યક્તિને ઈજા થઈ છે. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુર તાલુકાના ચુર ગામના દિનેશસિંહ ગંભીરસિંહ જાડેજા નામના પ્રૌઢે ત્રણેક વર્ષ પહેલા ચુર ગામમાં પચ્ચીસ વીઘા જમીન ખરીદી હતી. તે જમીનમાં ફેન્સીંગ કરાતા જમીનની બાજુમાં નીચે નદીમાંથી ચુર ગામના જ પ્રદીપસિંહ ઉર્ફે પદુભા પ્રવિણસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહની વાડીએ જવા આવવાનો રસ્તો આવેલો હતો.
તે જમીનમાંથી રસ્તો કઢાવવા પ્રદીપસિંહ તથા મહેન્દ્રસિંહે મામલતદાર સમક્ષ અરજી કરી હતી. તેના કારણે બંને પક્ષ વચ્ચે મનદુખ થયું હતું અને બોલાચાલી પણ થઈ હતી. તે બાબતનો ખાર રાખી બેસતા વર્ષની રાત્રે પાન ખાઈને પરત ફરતા દિનેશસિંહ પર પ્રદીપસિંહ ઉર્ફે પદુભા તેમજ મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ રઘુભા જાડેજાએ લાકડાના ધોકા તથા ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યો હતો. તેની ફરિયાદ દિનેશસિંહે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કરી છે.
આ ફરિયાદની સામે પ્રદીપસિંહ ઉર્ફે પદુભાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ રસ્તામાં કરેલા દબાણ બાબતની મામલતદારની કોર્ટમાં અરજી કરાતા તે બાબતનો ખાર રાખી બેસતા વર્ષના દિવસે ઇન્દ્રજીતસિંહ નિતેશસિંહ, ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ, વિજયસિંહ નવલસિંહ, નિતેશસિંહ ગંભીરસિંહ, રાજેન્દ્રસિંહ કલુભા, દિનેશસિંહ ગંભીરસિંહ, સિધ્ધરાજસિંહ પ્રવિણસિંહ નામના સાત શખ્સોએ કુહાડી, તલવાર, પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. જેમાં પ્રદીપસિંહને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઈ છે. આ ટોળાએ પ્રદીપસિંહનો મોબાઈલ તથા રૂ.૩પ હજાર રોકડા કાઢી લીધા હતા. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial