Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેજવાબદાર તંત્ર ક્યારે પગલાં લેશે ?
ખંભાળીયા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગવડતા અને સમસ્યાઓની વાત જો નગરપાલિકામાં થાય તો ભાણવડ પ્રથમ નંબરે આવે અને સ્થાનિક નેતાઓનું મૌન કેવું છે કે નગરપાલિકાથી બે અઢી કિલોમીટર દૂર જ સમગ્ર ગામ અને નજીકના વિસ્તારોમાંથી ઢોર મરે તેનો નિકાલ થાય છે.
મરેલા ઢોરના ચામડા ઉતારી હાડકા કાઢી બાકીની ગંદકી છોડી દેવાતા નજીકના એક દોઢ કિ.મી.ના વિસ્તારોમાં લોકો રહી ન શકે તેવી દુર્ગંધ ફેલાય છે અને એ દુર્ગંધ એવી હોય છે કે નજીકની વાડીઓમાં કામ કરવા મૂલી-મજુર પણ આવતા નથી. અને આવે તો બીજે દિવસે ભાગી જાય છે.
મરેલા ઢોરના માંસનો તૈયાર ખોરાક રોજ મળી જતા માંસાહારની ટેવ વાળા કૂતરા શિકારીની અવસ્થામાં ફરે છે. પુખ્ત વયના વ્યક્તિ પણ નીકળતા ડરે છે. અહીં ટોળામાં કૂતરા ફરતા હોય છે. નિયમ મુજબ મરેલા ઢોરનો નિકાલ ગામથી દૂર થવો જોઈએ, પણ અહીં તો ગામની નજીક જ છે. આ શિકારી કૂતરા પૈકી જ એક કૂતરાએ તાજેતરમાં એક માસૂમ બાળકનો ભોગ લઈ લીધો હતો, પણ હજુ તંત્ર જાગ્યું નથી !!
ગામની તદ્દન નજીક આવા મરેલા ઢોરના નિકાલના સ્થળને તાકિદે દૂર ખસેડવા લોકો તથા ખેડૂતોમાં માંગણી ઉઠી છે. જેથી, આવા બનાવ ન બને અને ચોમાસામાં તો આ દુર્ગંધ અનેક લોકોને રોગચાળાનો ભોગ પણ બનાવી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial