Advertisement
Author: નોબત સમાચાર

ધુંવાવની ગોળાઈમાં મોટરની ઠોકરે ચઢી ગયેલા બાઈકચાલકના ગોળામાં ફ્રેક્ચર

ચેલા પાસે રોડ ક્રોસ કરતા પ્રૌઢાનો પગ ભાંગ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના ધુંવાવ ગામ પાસે ગૌશાળા નજીક ગોળાઈમાં મંગળવારે સવારે એક બાઈક ચાલકને મોટરે ઠોકર મારતા આ યુવાનના ગોળામાં ફ્રેક્ચર થઈ ગયું છે. જ્યારે બે સપ્તાહ પૂર્વે ચેલા ગામ નજીક રોડ ક્રોસ કરતા એક પ્રૌઢાને બાઈકે ટક્કર મારતા તેઓનો પગ ભાંગી ગયો છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધુંવાવ ગામમાં વસવાટ કરતા વિશાલભાઈ કુરજીભાઈ પરમાર નામના યુવાન મંગળવારે સવારે ધુંવાવ ગામમાં તાલીમ સેન્ટર પાસેથી જીજે-૧૦-ડીસી ૫૯૫૮ નંબરના બાઈકમાં ગૌશાળાની ગોળાઈ લઈ રહ્યા હતા ત્યારે જીજે-૩૭-જે ૮૫૨૧ નંબરની મોટરના ચાલકે ટક્કર મારી હતી. રોડ પર ફેંકાઈ ગયેલા વિશાલભાઈનો ગોળો ભાંગી ગયો છે. સારવારમાં ખસેડાયેલા આ યુવાને ગઈકાલે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામજોધપુર શહેરના વતની અને હાલમાં જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચેલા ગામમાં રહેતા સંદીપભાઈ દિલીપભાઈ પરમાર નામના યુવાનના માતા જયાબેન (ઉ.વ.પપ) ગઈ તા.રપની સાંજે ચેલા ગામ પાસે માધવ વિહાર સોસાયટી નજીકથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે જીજે-૧૦-ડીજી ૪૮૪૦ નંબરના બાઈકના ચાલકે તેઓને હડફેટે લીધા હતા. આ પ્રૌઢાનો પગ ભાંગી ગયો છે અને શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ છે. સંદીપભાઈએ પંચકોશી બી ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh