Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી અંતર્ગત
વિશ્વ કલ્યાણના પવિત્ર હેતુ સાથે જેઆઈટીઓ દ્વારા આજે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિના સર્વે સંઘો દ્વારા નવકાર મહામંત્રના સમૂહ જાપનું આયોજન જામનગરના ઓશવાળ સેન્ટર (પગારી નં.૧)માં કરવામાં આવ્યું હતું. જેમાં ડ્રેસ કોડ મુજબ જૈન સમાજના ભાઈઓ સફેદ રંગના વસ્ત્રો અને બહેનો લાલ રંગના વસ્ત્રો ધારણ કરીને બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાઈને નવકાર મહામંત્રના જાપ કર્યા હતાં. દિગ્વિજય પ્લોટ જૈન સંઘ ઓશવાળ કોલોની જૈન સંઘ, કામદાર કોલોની જૈન સંઘ, મેહુલનગર જૈન સંઘ, ચંપા વિહાર જૈન સંઘ, સાધના કોલોની જૈન સંઘ અને મોહનનગર જૈન સંઘના સંયુકત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial