Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરીથી જામનગર કોર્ટમાં અરજી થવાની શક્યતાઃ
જામનગર તા. ૯: જામનગરના વિરોધપક્ષના પૂર્વ નેતાએ પોતાને કોર્પોરેશનની ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવા દેવામાં આવે તે માટે સ્થાનિક અદાલતમાં કરેલી અરજી નામંજૂર થયા પછી હાઈકોર્ટમાં આ અરજી રજૂ થઈ હતી તેને પરત ખેંચી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ અરજી ફરીથી જામનગર કોર્ટમાં રજૂ થશે તેવી શક્યતા જોવાઈ રહી છે.
જામનગરના વોર્ડ નં.૧રના પૂર્વ નગરસેવક અને તાજેતરમાં ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુન્હામાં આરોપી તરીકે જેનું નામ ખૂલ્યું છે તે અલ્તાફ ખફીએ કોર્પોરેશનની ચૂંટણીના ફોર્મ માટે જામનગરની અદાલતમાં અરજી કર્યા પછી તેઓની અરજી નામંજૂર કરવામાં આવી હતી.
ત્યારપછી અલ્તાફ ખફીએ ફોર્મ ભરવા દેવા માટે હાઈકોર્ટમાં અરજી રજૂ કરી હતી. તે અરજીનો તાત્કાલિક નિકાલ આવવાની શક્યતાઓ જોવાઈ રહી હતી. તે દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવા આપવા દેવા માટેની આ અરજી પરત ખેંચાઈ છે અને આ અરજી ફરીથી જામનગર કોર્ટમાં રજૂ થશે તેવી શક્યતા જોવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial