Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલથી ટિકિટોનું બુકીંગ થશેઃ
જામનગર તા. ૯: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર 'સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન' ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ૦૯ર૦પ/૬ પોરબંદર-આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ર૪ ફેરા કરશે.
ટ્રેન નંબર ૦૯ર૦પ પોરબંદર-આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ પોરબંદરથી દર સોમવારે સવાર ૮-પ૦ કલાક ઉપડીન બુધવારે સવારે ૬-૪પ કલાકે આસનસોલ પહોંચશે. આ ટ્રેન ૧૩ એપ્રિલ ર૦ર૬ થી ર૯ જૂન ર૦ર૬ સુધી ચલાવવામાં આવશેે.
તે જ રીતે પરતમાં ટ્રેન નંબર ૦૯ર૦૬ આસનસોલ-પોરબંદર સાપ્તાહિક સમર સ્પેશિયલ આસનસોલથી દર બુધવારે રાત્રે ર૩-૦પ કલાકે ઉપડીને શુક્રવારે રાત્રે ર૧-પ૦ કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન ૧પ એપ્રિલ ર૦ર૬ થી ૧ જુલાઈ ર૦ર૬ સુધી ચલાવવામં આવશે.
આ ટ્રેન બન્ને દિશામાં ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામનગર, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જં., ગોવિંદપુરી, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય જં., ભભુઆ રોડ, સાસારામ, ડેહરી ઓન સોન, ગયા, કોડરમ, હજારીબાગ રોડ, પારસનાથ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જં., ગોમો અને ધનબાદ સ્ટેશનો પર ઊભી રહેેશે. આ ટ્રેનમાં સેકન્ડ અસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર ૦૯ર૦પ માટે ટિકિટનું બુકીંગ ૧૦ એપ્રિલ ર૦ર૬ થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસીની સત્તાવાર વેબસાઈટ પર શરૂ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial