Advertisement
Author: નોબત સમાચાર

દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર

આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગર સ્થિત આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટમાં તાજેતરમાં દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચના પ્રમુખ ઉમરભાઈ બ્લોચના અધ્યક્ષસ્થાને આયોજિત આ શિબિરમાં દિવ્યાંગો માટે ઉપયોગી કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓ સહિતની બાબતે માહિતી આપવામાં આવી હતી, તેમજ દિવ્યાંગોની સમસ્યા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ તકે મુખ્ય મહેમાન તરીકે હારૂનભાઈ આંબલિયા (અલુભાઈ પટેલ), જુનેદાભાઈ જુણેજા, અતિથિ વિશેષ તરીકે અબ્દુલ રહીમ બ્લોચ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

આ શિબિરને સફળ બનાવવા પેરા સ્પોર્ટસ એસોસિએશનના પ્રમુખ અમૃતિયાભાઈ, ઉપપ્રમુખ શિવદાસભાઈ ગુજરિયા, દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિ-જામનગરના હોદ્દેદારો પ્રફુલ્લાબેન મંગે, કુલસમબેન શેખ વિગેરેએ જહેમત ઊઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh