Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડઃ રાણપરમાં બિરાજમાન
ભાણવડ તા. ૧૮: ભાણવડ નજીક રાણપર ગામે બરડા ડુંગરની ગોદમાં આવેલ અતી પ્રાચીન અને કહેવાય છે કે, કૌરવો અને પાંડવો વખતના ધીંગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ઉવ્રમજનો દ્વારા મહાશિવરાત્રિ પર્વની ભક્તિરસ માહોલમાં ઉજવણી થઈ હતી. આ તકે અનેક ધાર્મિક કાર્યક્રમો શાનદાર રીતે ઉજવાયા હતાં.
રાણપરનું પૌરાણિક ધીંગેશ્વર મહાદેવનું મંદિર ભાવિકોમાં આસ્થાનું પ્રતીક બન્યું છે. આમ તો બારેમાસ ભાવિકો દર્શનાથે ઠેરઠેરથી આવી મહાદેવને શીષ નમાવતા હોય છે, ત્યારે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે પ્રાચીન મંદિરનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે.
સવારથી જ રાણપર તેમજ બરડા ડુંગર વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ, ભાવિકોએ હરહર મહાદેવનો જયઘોષ બોલાવી વાતાવરણને શિવમય બનાવી દીધું હતું. સવાર સાંજ પૂજા આરતી અને દર્શન માટે ભાવિકોની ભીડ જામી હતી. ધીંગેશ્વર મહાદેવ મંદિરની ખૂબ જ ઉંચી અને પહોળાઈ ધરાવતી શિવલીંગ ભાવિકજનોમાં આકર્ષણરૂપ બની હતી.
દિવસભર યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ભાવિકજનો માટે આયોજકોએ ભાંગની પ્રસાદી અને ફરાળ સહિતની વ્યવસ્થા ગોઠવી હતી. ભાવિકજનોએ આખો દિવસ ધૂન-ભજન અને કીર્તનની રમઝટ બોલાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial