Advertisement
Author: નોબત સમાચાર

અગાઉના કેસમાં જુબાની આપવા આવેલા યુવકને ઢીંચડાના શખ્સની પતાવી દેવા ધમકી

અમારા વિરૂદ્ધ જુબાની કેમ આપી?:

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૧૮: જામનગરના ઢીંચડા ગામમાં અગાઉ વસવાટ કરતા એક યુવાનને થોડા વર્ષ પહેલાં કોઈ બાબતે ત્યાંના એક શખ્સ સાથે માથાકૂટ થયા પછી પોલીસમાં કેસ કરવામાં આવ્યો હતો. આ કેસની મુદ્દતે ગઈકાલે પડવલા ગામથી આવેલા આ યુવાનને સામાપક્ષના એક શખ્સે મારા વિરૂદ્ધ જુબાની કેમ આપી તેમ કહી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગર નજીકના ઢીંચડા ગામમાં પંચાયત ઓફિસ પાસે વસવાટ કરતા અને હાલમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામમાં રહેતા હુસેનભાઈ કાસમભાઈ ખફીને કેટલાક વર્ષ પહેલાં ઢીંચડા ગામના કાસમ મુસાભાઈ કોટાઈ સાથે માથાકૂટ થઈ હતી. તેનો કેસ હાલમાં અદાલતમાં ચાલવા પર આવ્યો છે.

આ કેસની મુદ્દતે ગઈકાલે હુસેનભાઈ પડવલા ગામથી આવ્યા પછી લાલબંગલા નજીક ન્યાયાલયની બિલ્ડીંગમાં પહોંચ્યા પછી લોબીમાં હતા ત્યારે ત્યાં ધસી આવેલા કાસમ મુસાભાઈએ ગાળો ભાંડ્યા પછી અમારા વિરૂદ્ધ જુબાની કેમ આપી તેમ કહી પતાવી દેવાની ધમકી આપતા સિટી એ ડિવિઝનમાં હુસેનભાઈએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh