Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમાં વિકાસ રથના પરિભ્રમણ દરમિયાન ર.૪૩ લાખ જેટલા લોકોએ લીધા ભારત વિકાસ શપથ
જામનગર તા. ૧૭: વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યભરમાં વિકાસ રથના માધ્યમથી કુલ રૂ. ૯પ૯ કરોડથી વધુના ૯,રપ૪ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન થયા છે. વિકાસ રથના માધ્યમથી વિવિધ યોજનાના ર૪ હજારથી વધુ લાભાર્થીઓને રૂ. ૭૯ કરોડથી વધુની સહાયનું વિતરણ કરાયું છે. વિકાસ સપ્તાહ અંતર્ગત ર.૪૩ લાખથી વધુ નાગરિકોએ 'ભારત વિકાસ શપથ' લીધા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ર૪ વર્ષની જનસેવાને ઉજવવા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના દરેક જિલ્લા દીઠ એક 'વિકાસ રથ'ને પ્રસ્થાન કરાવીને ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવાનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિકાસ રથ ગામડે-ગામડે ફરીને વિવિધ યોજનાના લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ સહાય તેમજ અન્ય નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપી રહ્યો છે.
વિકાસ સપ્તાહ દરમિયાન ગામડે-ગામડે ફરી રહેલા રાજ્ય સરકારના ૩૪ વિકાસ રથ સાથે રાજ્ય મંત્રી મંડળના સભ્ય, સાંસદ અને ધારાસભ્યો ઉપરાંત ૯,૩૬૩ થી વધુ સ્થાનિક પદાધિકારી-અધિકારીઓ અને ર.૪૬ લાખથી વધુ નાગરિકો જોડાયા હતાં.
સપ્તાહ દરમિયાન વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં કુલ રૂ. ૯પ૯ કરોડથી વધુના ૯,રપ૪ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યા હતાં, જેમાં કુલ રૂ. ૯પ૯ કરોડથી વધુના ૯,રપ૪ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યા હતાં, જેમાં કુલ રૂ. ૭૦૪.૯પ કરોડના ૪,રપ૧ કામોના લોકાર્પણ તેમજ રૂ. રપ૪.૧૪ કરોડના ૪,૭૭ર કામોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વિકાસ રચના માધ્યમથી જ વિવિધ યોજનાના ર૪,પ૩૩ લાભાર્થીઓને કુલ રૂ. ૭૯.ર૪ કરોડની સહાય વિતરણ કરવામાં આવી હતી. સાથે જ વિકાસ રથ સાથે જોડાયેલા કુલ ર,૪૩,૭પ૪ થી વધુ નાગરિકોએ 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' પણ લીધી હતી.
ગુજરાત સરકારની આ વિકાસ યાત્રામાં રાજ્યના યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત તમામ વર્ગોને જોડવામાં આવી રહ્યા છે, જેથી 'વિકસિત ભારત ર૦૪૭'ના સંકલ્પને સાકાર કરવામાં દરેક નાગરિક પોતાનું મહત્તમ યોગદાન આપી શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial