Advertisement
Author: નોબત સમાચાર

અંબાજી માતાજીના મંદિરની અન્ન સેવામાં અનંત અંબાણીએ રૂા. ૨૭.પ૦ કરોડનું દાન કર્યું

જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ર૧: અંબાજી માતાજીના મંદિરમાં બુધવારે જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં યોજનાના પ્રથમ દિવસે રૂપિયા ૩૦ કરોડથી વધુ દાન એકત્ર થયું હતું, તેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને ઉદ્યોગપતિ અનંત અંબાણીએ રૂા. ર૭.પ૦ કરોડનું દાન કર્યું હતું.

અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની સુવિધા અને નિઃશુલ્ક અન્નસેવાને મજબૂત બનાવવા બુધવારે જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા મંદિર ટ્રસ્ટ દ્વારા થયો હતો. કલેક્ટરે ભક્તોને પોતાના હાથે ભોજન પીરસ્યું હતું.

પ્રથમ દિવસે જ દાતાઓના સહયોગથી રૂા. ૩૦ કરોડથી વધુ રકમ એકત્ર થઈ હતી. અંબિકા અન્નક્ષેત્રમાં દરરોજ હજારો યાત્રાળુઓને ભોજન પ્રસાદ અપાય છે. રૂા. ૧.પ૧ લાખ દાન આપનાર દાતા નિશ્ચિત તિથિના મુખ્ય દાતા બનશે. દાતાઓ જન્મદિવસ, પુણ્યતિથિ કે લગ્ન પ્રસંગે જોડાઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh