Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાઃ જમીન માલિકોને મુંઝવણ..!!
ખંભાળીયા તા. ૨૧: તાજેતરમાં દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા ખંભાળીયા શહેર વિસ્તાર વિકાસ મંડળ ખાડાનો નકશો વિકાસ પ્લાન જાહેર કરવામાં આવેલ, જેમાં દાંતા, કંચનપુર તથા હર્ષદપુરના કેટલાય સર્વે નંબરો એકપણ ઝોનમાં ના આવતા હોય, આ બાબતે ચર્ચા જાગી છે. તથા કેટલાયે વિસ્તારોમાં બીનખેતી થયેલ નંબરોને પણ ઝોનમાં ના ફાળવાયા હોવાનું બહાર આવતા કેટલાયે ખેડૂતોને પ્રશ્નો થયા છે.
શહેર ફરતો રીંગ રોડ જાહેર કરાયો છે તથા રીંગ રોડ બહાર ખેતીવાડી નંબરો આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળીયા મૂળ શહેરને કોઈ ઝોનમાં લેવાયું નથી તથા આ જે વિકાસ નકશો જાહેર થયો છે તે પણ પાલિકા તથા આઠ ગામોમાં રજાચિઠ્ઠી બાંધકામ મંજુરી ખાડાના વિકાસ પ્લાન મુજબ આપવાની છે ત્યારે આ વિકાસ નકશામાં હાલ સૂચનો વાંધાઓ કરવાનો સમય હજુ એક માસનો બાકી છે ત્યારે જેને તકલીફ કે પ્રશ્નો હોય, તેમણે પ્રશ્નો રજૂ કરવા જોઈએ.
જો કે, વિકાસ યોજનાના મુદ્દે તાજેતરમાં ખાનગી આસામીઓની એક બેઠક પણ યોજાઈ હતી, તે રીંગરોડમાં કેટલાક આસામીઓની જમીનો રાખી દેવામાં આવ્યાનું પણ ચર્ચાય છે. તો એક નિવૃત્ત રેવન્યુ અધિકારી પણ આ બાબતે તપાસ કરી પ્રશ્નોનો હલ લાવવા પ્રયત્નશીલ થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial