Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના કોઠા ભાડુકીયા પાસે અકસ્માતમાં બે વ્યક્તિને ઈજાઃ સામસામા બાઈક ટકરાયા

આમરા પાટીયા પાસે પદયાત્રીને બાઈકની ટક્કરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: કાલાવડ તાલુકાના કોઠા ભાડુકીયા ગામ નજીકની ચોકડી પાસે ત્રણ સપ્તાહ પૂર્વે બે બાઈક ટકરાઈ પડતા એક બાઈક પર જતા બે વ્યક્તિ હેમરેજ, ફ્રેક્ચર સહિતની ઈજા પામ્યા છે. જ્યારે જામનગરથી દ્વારકા ચાલીને દર્શનાર્થે જતા એક યુવાનને ગુરૂવારે સવારે આમરા પાટીયા પાસે બાઈકે ઠોકર મારતા આ યુવાનનું હાથનું કાંડુ ભાંગી ગયું છે.

કાલાવડ તાલુકાના ચાપરા ગામમાં રહેતા વાલજીભાઈ ગાંડાલાલ ટોયટા (ઉ.વ.પપ) નામના પ્રૌઢ તથા હેમતભાઈ બિજલભાઈ ગમારા નામના બે વ્યક્તિ ગઈ તા.૮ની બપોરે કાલાવડ તાલુકાના કોઠા ભાડુકીયા ગામથી કાલાવડ તરફ આવવા માટે જીજે-૩-એનઈ ૨૯૪૮ નંબરના મોટરસાયકલ પર રવાના થયા હતા.

આ મોટરસાયકલ જ્યારે ખોડિયાર ચોકડી પાસે પહોંચ્યું ત્યારે જીજે-૧૦-ડીએફ ૪૨૭૯ નંબરના મોટરસાયકલના ચાલક મોટા ભાડુકીયા ગામના ભરત મનુભાઈ સાડમીયાએ અકસ્માત સર્જતા વાલજીભાઈ તથા હેમતભાઈ ફંગોળાયા હતા. આ અકસ્માતમાં વાલજીભાઈને હેમરેજ અને પાંસળીમાં ફ્રેક્ચર થયું છે તે ઉપરાંત ડાબા હાથની એક આંગળી પણ કપાઈ ગઈ છે. જ્યારે હેમતભાઈને ડાબા પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. પોલીસ મથકમાં ભરત મનુભાઈ સામે ફરિયાદ કરાઈ છે.

જામનગર તાલુકાના વિભાપર ગામના મનોજભાઈ રતીલાલ ઝાલા ચાલીને દ્વારકા જવા માટે નીકળ્યા પછી ગુરૂવારે સવારે પાંચેક વાગ્યે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આમરા ગામના પાટીયાથી થોડે આગળ પહોંચ્યા ત્યારે અજાણ્યા બાઈકના ચાલકે તેઓને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મનોજભાઈનો હાથ ભાંગી ગયો છે. સીક્કા પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh