Advertisement
Author: નોબત સમાચાર

સ્પોર્ટ્સ સંકુલ પાસેથી સ્કૂટરની ચોરી

જામજોધપુરમાંથી બાઈક ઉપડી ગયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગર મહાનગર પાલિકાના સ્પોર્ટસ સંકુલ પાસેથી ગયા શુક્રવારની સાંજે એક આસામીના રૂ।.૨૦ હજારના સ્કૂટરની ઉઠાંતરી થઈ છે. જ્યારે જામજોધપુર શહેરમાં એસટી સ્ટેન્ડ પાછળથી દસેક દિવસ પહેલા ધ્રાફાના આસામીનું હીરો મોટરસાયકલ ચોરાઈ ગયું છે.

જામનગર શહેરના આણદાબાવા ચકલા વિસ્તારમાં પાઠક ફળીમાં રહેતા હેમેનભાઈ મનુપ્રસાદ દવે નામના આસામીએ ગયા શુક્રવારે સાંજે પોતાનું જીજે-૧૦-એસ ૯૧૯૯ નંબરનું હોન્ડા કંપનીનું ઈટરનો સ્કૂટર જામનગર મહાનગરપ્ ાાલિકાના સ્પોર્ટસ સંકુલ પાસે મુક્યા પછી કોઈ શખ્સ તેને હંકારી ગયો છે. હેમેનભાઈએ સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં વસવાટ કરતા અજીતસિંહ બળવંતસિંહ જાડેજા નામના આસામીના મિત્રનું જીજે-૧૦-બીડી ૯૦૩૩ નંબરનું હીરો મોટરસાયકલ ગઈ તા.૧પની સવારથી તા.૧૬ સુધીમાં જામજોધપુર શહેરમાં એસટી ડેપોની પાછળથી ચોરાઈ ગયું છે. પોલીસે રૂ।.૨૦ હજારનું વાહન હંકારી જનાર શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh