Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થળ પર વીજ બીલના નાણા નહીં સ્વીકારાયઃ
જામનગર તા. ૧૯: જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. રપ-ફેબ્રુઆરીએ ડિસ-કનેકશન ડ્રાઈવ યોજાશે. ઉપરોક્ત દિવસે માત્ર ડિસ-કનેકશનની કાર્યવાહી થશે, સ્થળ પર પેમેન્ટ સ્વિકારાશે નહીં. તે પહેલા બાકી નાણાં ભરી દેવા અનુરોધ કરાયો છે.
જામનગર ૫ીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. રપ-ફેબ્રુઆરીએ ડિસ-કનેકશન ડ્રાઈવ રાખવામાં આવી છે. અને આ દિવસે માત્ર ડિસ કનેકશનની કાર્યવાહી થશે. જ્યારે સ્થળ પર પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં, જેથી વીજ જોડાણ કટ થાય તે પહેલા બાકી રોકાતા વીજ બિલના નાણા ભરપાઈ કરી દેવા અનુરોધ કરાયો છે.
જામનગરની પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળના જામનગર જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. રપ-ર-ર૦ર૬ ના તમામ સબ ડિવિઝન ઓફિસોમાં મેગા ડિસ-કનેકશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ડિસ-કનેકશન ડ્રાઈવ દરમિયાન ડિફોલ્ટર વીજ ગ્રાહકોના વીજ જોડાણોને ફક્ત ડિસ-કનેકશન જ કરવામાં આવશે. એટલે કે, જોડાણો કાપી નખાશે. સ્થળ પર વીજ બિલના નાણા સ્વીકારવામાં આવશે નહીં. બાકી બિલના નાણા સબ ડિવિઝન ઓફિસ પર આવીને ૧૦૦ ટકા બિલની રકમ ભરપાઈ કરવાની રહેશે. તેમજ નિયમ અનુસાર રિ-કનેકશન ચાર્જ વસુલીને ત્યાર પછી વીજ જોડાણ ચાલુ કરવામાં આવશે. જેના વીજ બિલના નાણા બાકી રહેતા હોય તેઓએ તાત્કાલિક ધોરણે તા. રપ-ર-ર૦ર૬ પહેલા નાણા ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી પાવર બંધ થવાથી થતી તકલીફ તેમજ વધારાના ભરવા પડતા ચાર્જમાંથી મુક્ત રહી શકાય.
વીજ બિલના નાણાની કેશલેસ ચૂકવણી કરવા અંગે કંપની દ્વારા પૂરા પાડવામાં આાવેલા વિવિધ માધ્યમોથી પણ ગ્રાહકો વીજ બિલની ચૂકવણી કરી શકે છે. જેમ કે (૧) ઈસીએસ (ર) ડેબિટ કાર્ડ/ક્રેડીટ કાર્ડ (૩) પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીના પી.ઓ.એસ. મશીન દ્વારા (૪) કંપનીની વેબસાઈટ મારફત યુપીઆઈ મોડથી (પ) ઈન્સ્ટા પેમેન્ટ/ઈ-વોલેટ (૬) ગ્રાહકોની સંલગ્ન બેંકની વેબસાઈટ મારફત (૭) બેંકના એટીએમ મશીન, (૮) આર.ટી.જી.એસ.ના માધ્યમ વડે ભરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial