Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાલીબાની ફરમાનોથી આખુ વિશ્વ અંચબિતઃ ઘરેલું હિંસાને 'કાયદેસર' બનાવાઈ-માનવતાવાદીઓ સ્તબ્ધ !
નવી દિલ્હી તા. ૧૯: અફઘાનિસ્તાનથી તાલીબાની સરકારે મહિલાઓ પર અમાનવીય પ્રતિબંધો મૂકીને ઘરેલું હિંસાને કાયદેસર બનાવતા આખી વિશ્વ સ્તબ્ધ છે, અને આ અમાનવીય ફરમાનોની ટીકા થઈ રહી છે.
અફઘાનિસ્તાનમાં તાલીબાન સરકાર દ્વારા લાગુ કરાયેલા નવી દંડ સંહિતાએ ગંભીર આંતરરાષ્ટ્રીય ચિંતા ઊભી કરી છે. આ કાયદો પતિઓને તેમની પત્નીઓ અને બાળકોને શારીરિક સજા કરવાની મંજૂરી આપે છે. જો કે, તેનાથી હાડકાં તૂટેલા કે ખૂલ્લા ઘા ન થવા જોઈએ તેવી પણ જોગવાઈ છે.
માનવ અધિકાર સંગઠનોએ આ જોગવાઈએ ઘરેલું હિંસાને કાયદેસર બનાવવા તરફ એક અયોગ્ય પગલું ગણાવ્યું છે. ટીકાકારો કહે છે કે, કાયદો મહિલાઓને કાનૂની રક્ષણ આપવાને બદલે તેમના ઉપર હિંસા માટે છૂટ આપે છે.
આ નવી દંડ સંહિતા પર તાલિબાનના સુપ્રિમ લીડર હિબતુલ્લાહ અખુનઝાદા દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. ૯૦ પાનાનો આ દસ્તાવેજ અફઘાન સમાજમાં દંડ પ્રણાલીને સંપૂર્ણપણે બદલી નાખે છે.
કાયદા અનુસાર જો કોઈ પતિ તેની પત્ની પર અભદ્ર બળનો ઉપયોગ કરે છે, જેના પરિણામે ગંભીર ઈજા થાય છે અથવા ફેકચર થાય છે, તો તેને વધુમાં વધુ ૧પ દિવસની જેલની સજા થઈ શકે છે.
જો કે, સજા ત્યારે જ આપવામાં આવશે જ્યારે સ્ત્રી કોર્ટમાં દુર્વયવહાર સાબિત કરી શકે. કોર્ટમાં હાજરી દરમિયાન સ્ત્રીએ સંપૂર્ણપણે બુરખો પહેરવો જોઈએ અને તેના પતિ અથવા પુરૂષ વાલી સાથે રહેવું જોઈએ. કાયદાનું બીજું વિવાદાસ્પદ પાસું એ છે કે, જો કોઈ પરિણીત મહિલા તેની પતિની પરવાનગી વિના સંબંધીઓને મળે છે તો તેને ત્રણ મહિના સુધીની જેલ થઈ શકે છે. ટીકાકારો કહે છે કે, આ જોગવાઈ મહિલાઓને સામાજિક રીતે વધુ નિયંત્રિત કરવાનો પ્રયાસ છે, જે તેમની વ્યક્તિગત સ્વતંત્રતાને લગભગ ખતમ કરી નાખે છે.
આમ જ્યારે આખી દુનિયા મહિલા અધિકારો અને સમાનતા વિશે વાત કરી રહી છે, ત્યારે એક દેશ એવો છે, જેણે મહિલાઓ પર થતા અત્યારચારને કાનૂની રક્ષણ આપ્યું છે. અફઘાનિસ્તાનની તાલીબાન સરકારે ફરી એકવાર મહિલાઓ સામે ભયાનક કાયદો લાગુ કર્યો છે. આ નવા હુકમનામાએ ઘરેલું હિંસાને વર્ચ્યુઅલ રીતે કાયદેસર બનાવી દીધો છે. આ દોેશમાં પુરૂષો હવે ફક્ત એક નાની શરત સાથે તેમની પત્નીઓ પર ખૂલ્લેઆમ હાથ ઉપાડવાની છૂટ આપી છે. આ કાયદો મહિલાઓને માણસ તરીકે નહીં, પરંતુ તેમના પતિઓના ગુલામ અથવા મિલકત તરીકે વર્તે છે.
આ સાથે તાલિબાને મહિલાઓ સામે હિંસા નાબૂદી ઈવીએડબલ્યુ કાયદાને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે. જે ર૦૦૯ માં લાગુ કરવાાં આવ્યો હતો. આ કાયદો પાછલી સરકાર દરમિયાન મહિલાઓને ઘરેલું હિંસાથી બચાવવા માટે ઘડવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર જૂથો અને સંયુક્ત રાષ્ટ્રને આ ક્રિમિનલ પ્રોસિજર કોડને રોકવા માટે પગલાં લેવા વિનંતી કરવામાં આવી રહી છે. નવા કાયદાનો સૌથી આઘાતજનક ભાગ એ છે કે, તે અફઘાન સમાજને ચાર વર્ગોમાં વિભાજીત કરે છે. ઉલામા (ધાર્મિક વિદ્વાનો), અશરફ (ઉચ્ચ વર્ગ), મધ્યમ વર્ગ અને નીચલા વર્ગ, હવે ગુનાની સજા ગુનાની ગંભીરતા કરતા આરોપીની સામાજિક સ્થિતિ પર વધુ આધાર રાખશે. જો કોઈ ધાર્મિક વિદ્વાનો ગુનો કરે છે, તો તેને ફક્ત સલાહ આપવામાં આવશે. ઉચ્ચ વર્ગના વ્યક્તિને સલાહ માટે કોર્ટમાં બોલાવવામાં આવશે. મધ્યમ વર્ગ માટે સમાન ગુનામાં કેદ થશે. જ્યારે નીચલા વર્ગના વ્યક્તિને શારીરિક સજા સાથે કેદની સજા પણ થઈ શકે છે.
આ કાયદા મુજબ ગંભીર ગુનાઓ માટે શારીરિક સજા લાદવામાં આવશે, અને આ સજા જેલ વહીવટ દ્વારા નહીં પરંતુ ઈસ્લામિક ધર્મગુરૂઓ દ્વારા નક્કી કરવામાં આવશે. આ ન્યાય પ્રણાલીમાં ધાર્મિક નેતૃત્વની ભૂમિકાને વધુ મજબુત બનાવે છે.
માનવ અધિકાર કાર્યકરો માને છે કે, આ વ્યવસ્થા ન્યાયી ન્યાયના સિદ્ધાંતોની વિરૂદ્ધ છે અને સામાજિક અસમાનતાને વધુ વધારી શકે છે. અહેવાલો અનુસાર લોકો આ કાયદા સામે બોલવામાં ડરે છે, તાલિબાને એક નવો આદેશ જારી કર્યો છે, જે આ દંડ સંહિતાની જાહેર ચર્ચાને પણ ગુનો બનાવે છે. નિર્વાસિતોમાં કામ કરતી માનવાધિકાર સંસ્થા રાવડારીએ સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોને આ કાયદાના અમલીકરણને તાત્કાલિક રોકવા માટે તમામ કાનૂની પગલા લેવા અપીલ કરી છે.
યુએનના ખાસ દૂત રીમ અલ-સાલેમે આ કાયદાને મહિલાઓ અને દીકરીઓ માટે ભયાનક ગણાવ્યો. તેમણે ક્હ્યું કે, તાલિબાનને વિશ્વાસ છે કે, કોઈ તેમને રોકી શકશે નહીં. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને પ્રશ્ન કર્યો કે, શું તેઓ આ પડકારનો જવાબ આપશે. કયારે...? હવે બધાની નજર આંતરરાષ્ટ્રીય સમુદાય પર છે કે, તેઓ આ મુદ્દા પર શું પગલા લે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial