Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધીમી ગતિએ ગરમીમાં વધારોઃ
જામનગર તા. ર૮: જામનગરમાં તાપમાનનો પારો ધીમે ધીમે ઉપર તરફ શરકતો જાય છે, પરિણામે ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીએ આજે પારો વધુ અડધો ડીગ્રી ઉપર તરફ શરકીને ૩પ.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. માર્ચ માસના અંતિમ દિવસોમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
આજે સવારે પૂરા થતાં ર૪ કલાકમાં મહત્તમ તાપમાન ૩પ.પ અને ન્યુનત્તમ તાપમાન રપ ડીગ્રી નોંધાયું છે, જ્યારે ભેજનું પ્રમાણ ૭પ ટકા અને પવનની ગતિ સરેરાશ પ્રતિકલાકના ૧૦ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી. ગઈકાલે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી હતું જેમાં આજે અડધો ડીગ્રીનો વધારો થયો છે, જ્યારે ગઈકાલે ન્યુનત્તમ ર૪ ડીગ્રી નોંધાયું હતું, જેમાં પણ આજે એક ડીગ્રીનો વધારો નોંધાયો છે. આમ જામનગરમાં ગરમીનું પ્રમાણ ધીમી ગતિએ સતત વધી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial