Advertisement
Author: નોબત સમાચાર

સોશિયલ મીડિયા પર મૂકાયેલી પોસ્ટ અંગે વિરોધ કરતા યુવાન પર થયો હુમલો

દ્વારકામાં પાંચ શખ્સે માર મારી ઈજા પહોંચાડીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: દ્વારકાના એક આસામી ગુરૂવારે પોતાની હોટલે હાજર હતા ત્યારે ત્યાં ધસી આવેલા બરડીયા ગામના પાંચ શખ્સે તેઓની સાથે ઝઘડો કર્યા પછી મારામારી કરી હતી. એક સોશિયલ મીડિયાના પેજ પર સમાજના આગેવાનની મૂકાયેલી પોસ્ટનો આ આસામીએ વોટ્સએપ ગ્રુપમાં વિરોધ કરતા ઉશ્કેરાયેલા શખ્સોએ માર માર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

દ્વારકા શહેરમાં રબારી ૫ાડામાં રહેતા ઈશ્વરભાઈ રઘુભાઈ કરમટા નામના યુવાન ગુરૂવારની રાત્રે નવેક વાગ્યે પોતાની દેવભૂમિ હોટલ પર હાજર હતા ત્યારે ત્યાં ધસી આવેલા દ્વારકા તાલુકાના બરડીયા ગામના રવિ ધનાભાઈ નાંગેશ, રઘુભાઈ નાંગેશ, વિક્રમ માલદેભાઈ નાંગેશ, ભાણાભાઈ વિરમભાઈ નાંગેશ તથા એક અજાણ્યા શખ્સે બોલાચાલી કરી ઝઘડો શરૂ કર્યાે હતો.

ત્યારપછી રવિ ધનાભાઈએ ફેસબુર પર લાઈવ રહેલા ઈશ્વર કરમટાને લાઈવ રહેવાનું બંધ કરી દેવા કહી તેઓનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને માથામાં હાથમાં પહેરવાનું કડુ કે તેવી કોઈ વસ્તુ ફટકારી હતી. ત્યારપછી બાકીના ચાર શખ્સ તૂટી પડ્યા હતા અને માર મારી ચાલ્યા ગયા હતા.

આ બાબતની દ્વારકા પોલીસ સ્ટેશનમાં ઈશ્વરભાઈએ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ દ્વારકાના ધીરાભાઈ રબારીએ સમાજ આગેવાન તરીકેની એક પોસ્ટ દ્વારકા ટુ-ડે નામના સોશિયલ મીડિયાના પેજ પર મૂકતા ઈશ્વરભાઈએ વોટ્સએપ ગ્રુપમાં તેનો વિરોધ કર્યાે હતો. તેથી ઉશ્કેરાયેલા રવિ ધનાભાઈ સહિતના વ્યક્તિઓએ હુમલો કર્યાે હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh