Advertisement
Author: નોબત સમાચાર

સાળંગપુરમાં પહેલીવાર 'એઆઈ' આધારિત ભવ્ય શાર્પી લાઈટ એન્ડ સાઉન્ડ-શો યોજાશે

હનુમાન જયંતી નિમિત્તે ઐતિહાસિક પ્રસ્તુતિઃ

                                                                                                                                                                                                      

સાળંગપુર તા. ૧: સાળંગપુરમાં હનુમાન જયંતી પર પહેલીવાર 'એઆઈ' આધારિત ભવ્ય શાર્પી લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે, જે ઐતિહાસિક ઘટના હશે.

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી (કષ્ટભંજન દેવ) મંદિરે આ વૃષનો હનુમાન જન્મોત્સવ દાદાના ભક્તો માટે કંઈક ખાસ અને ઐતિહાસિક બની રહેશે. મંદિરના સંતો અને સેવકો દ્વારા છેલ્લા એક મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ વખતના જન્મોત્વનું મુખ્ય આકર્ષણ 'એઆઈ આધારિત શાર્પી લાઈટ એન્ડ સાઉન્ડ શો' છે. સામાન્ય રીતે લાઈટ એન્ડ સાઉન્ડ શો કોઈ સ્ક્રીન કે વસ્તુ પર થતા હોય છે, પરંતુ સાળંગપુરમાં આ વખતે ૧પ૦ લોકોની મહેનતે તૈયાર થયો ૧૦ મિનિટનો ખાસ શો સીધો ભક્તો પર ફોકસ કરશે.

કોઠારી સ્વામીના જણાવ્યા અનુસાર કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિની બન્ને બાજુ ૩૦-૩૦ ફૂટ ઊંચા સ્કેફોલ્ડિંગ ઊભા કરીને ર૦૧ જેટલી શાર્પી લાઈટો લગાવવામાં આવી છે, જેની ડિઝાઈન એઆઈ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ની મદદથી તૈયાર કરાઈ છે. ભક્તોને ઇન્ટરનેશનલ કોન્સર્ટ જેવી અનુભૂતિ કરાવવા અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેમાં ૨૮ મીડ સ્પીકરનો ઉપયોગ કરાયો છે.

વેસ્ટર્ન ટ્રાન્સ મ્યુઝિકની સાથે હરિપ્રકાશ સ્વામીના અવાજ અને દાદાના મહિમાને જોડીને એક અદભુત ટ્રેડિશનલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો ઉપરાંત, ૧૦૦ જેટલા કલાકારો દ્વારા ૧૪થી ૧૫ મિનિટ માટે હરિદ્વારની ગંગા આરતીની જેમ જ ભવ્ય સાળંગપુર આરતી કરવામાં આવશે. આરતી પછી ૮ મિનિટનો ભવ્ય ફાયર શો થશે, જેના માટે ૨૦૦૦થી વધુ ઇમ્પોર્ટેડ ફટાકડાઓ મંગાવવામાં આવ્યા છે.

વિશેષ આકર્ષણ એ રહેશે કે ક્રેનની મદદથી દાદાની વિશાળ મૂર્તિની પાછળથી ફાયર શો કરાશે, જેનાથી મૂર્તિ પાછળ ચક્ર કે કિરણો નીકળતા હોય તેવો નજારો સર્જાશે.

આ પ્રકારનો નજારો અગાઉ માત્ર ચીન કે જાપાન જેવા દેશોમાં જ જોવા મળતો હતો. બીજા દિવસે સવારે હનુમાન જન્મોત્સવના મુખ્ય સમયે કેક કટિંગ કરવામાં આવશે. આ પાવન અવસરે ૧ લાખ જેટલા બલૂન ડ્રોપ કરીને અને બ્લોઅરથી કાગળ ઉડાડીને ભવ્ય ઉજવણી કરાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh