Advertisement
Author: નોબત સમાચાર

કોલસો આપવાનું વચન આપી રૂ।.૭પ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી બતાવાયો ઠેંગો

દડિયામાં ઈંટનો ભઠ્ઠો ચલાવતા યુવાન છેતરાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના દડિયામાં ઈંટનો ભઠ્ઠો ચલાવતા એક આસામીને તેમને જોઈતો હતો તેવો કોલસો આપવાનો વાયદો કરી સુરેન્દ્રનગરના ચાંદળીયા ગામના એક શખ્સે રૂ।.૭પ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ત્રણ મહિના સુધી કોલસો કે પૈસા પરત ન આપી ગલ્લાતલ્લા કરતા છેતરાઈ ગયેલા ભઠ્ઠાના સંચાલકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં રણજીત સાગર રોડ પર પટેલ પાર્કમાં રહેતા અને ઈંટનો ભઠ્ઠો ચલાવતા સુનિલભાઈ નાનજીભાઈ ચાવડા નામના પ્રૌઢનો સંપર્ક ગયા ડિસેમ્બર મહિનામાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ચાંદળીયા ગામના રામ ભરવાડ સાથે થયો હતો.

બંને વચ્ચે વાતચીત થયા પછી સુનિલભાઈએ ત્રીસેક ટન જેટલો ઓપન કટીંગનો કોલસો પોતાના ધંધાના કામે જોઈતો હોવાની વાત કરતા રામ ભરવાડે સસ્તામાં કોલસો અપાવી દેશે તેવી વાત કરી હતી. તે પછી ગઈ તા.૧૦ ડિસેમ્બરની રાત્રે દડીયા ગામમાં પોતાના ઈંટના ભઠ્ઠે હાજર સુનિલભાઈને રૂ।.૪૩૦૦ના ભાવે એક ટન કોલસો આપવાનું કહી રૂ।.૭પ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી આપવા રામ ભરવાડે ફોન કર્યાે હતો.

આ શખ્સની વાતોમાં આવી ગયેલા સુનિલભાઈએ રૂ।.૭પ હજાર એડવાન્સમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા. તે પછી કોલસો કે પૈસા બંનેમાંથી કંઈ ન આપી રામ ભરવાડે છેતરપિંડી કર્યાની ગઈકાલે સુનિલભાઈએ પંચકોશી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh