Advertisement
Author: નોબત સમાચાર

ઈરાન અને અમેરિકાના રાષ્ટ્રપતિઓએ યુદ્ધ સમાપ્તિના આપ્યા સંકેતઃ શરતો રાખી

શાંતિની વાતો સાથે હજારો સૈનિકો મોકલીને ટ્રમ્પ 'ડબલ ગેઈમ' રમી રહ્યા છે ? ઈરાને માંગી સુરક્ષાની ગેરંટી

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન/ તહેરાન તા. ૧ અમેરિકા અને ઈરાનના રાષ્ટ્રપતિઓએ અલગ-અલગ નિવેદનોમાં યુદ્ધ સમાપ્તીના સંકેતો આપ્યા છે અને કેટલીક શરતો પણ રાખી છે. તો બીજી તરફ ટ્રમ્પે ઈરાન તરફ હજારો સૈનિકો મોકલ્યા હોવાથી હજુ પણ સ્થિતિ સ્પષ્ટ થઈ રહી નથી.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા વિનાશક યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે તેહરાન અમેરિકા સાથે ચાલી રહેલા આ લોહિયાળ સંઘર્ષને સમાપ્ત કરવા માટે 'જરૂૂરી ઈચ્છાશક્તિ' ધરાવે છે. જોકે, આ શાંતિ પ્રસ્તાવ સાથે ઈરાને શરત મૂકી છે કે તેમને ભવિષ્યમાં થનારા કોઈ પણ સંભવિત હુમલાઓ સામે મજબૂત 'સુરક્ષા ગેરંટી' આપવામાં આવે.

આ ઘટનાક્રમમાં સૌથી મહત્ત્વની કડી એ છે કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના જણાવ્યા અનુસાર, તેમને અમેરિકન વાર્તાકાર સ્ટીવ વિટકોફ તરફથી સીધો સંદેશ મળ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે આ જંગ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાતચીત થઈ હોય. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે, *અમે આ જંગને વધુ ખેંચવા માંગતા નથી. જો અમારી સુરક્ષા સુનિશ્ચિત થાય અને ભવિષ્યમાં આક્રમણ ન થવાની ખાતરી મળે, તો અમે સમજૂતી માટે તૈયાર છીએ.*

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે એક મહત્વપૂર્ણ સંકેત સામે આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે આ સંઘર્ષ વધુ સમય સુધી ચાલશે નહીં અને આગામી બે થી ત્રણ અઠવાડિયામાં તેનો અંત આવી શકે છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહૃાું કે અમેરિકાએ તેના મોટાભાગના લશ્કરી ઉદ્દેશ્યો પ્રાપ્ત કરી લીધા છે. તેમના મતે, હવે પરિસ્થિતિ એવી છે કે સંઘર્ષ ચાલુ રાખવાનું કોઈ નોંધપાત્ર કારણ નથી. ટ્રમ્પના નિવેદનને તણાવના સંભવિત અંતના સંકેત તરીકે જોવામાં આવી રહૃાું છે, જોકે વિશ્વ જમીન પર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહૃાું છે.

યુદ્ધ સમાપ્ત થાય તે પહેલાં કોઈ સોદો થઈ શકે છે. તેમણે કહૃાું, શક્ય છે કે તે પહેલાં કોઈ કરાર થઈ શકે છે.

ટ્રમ્પે યુદ્ધના વહેલા અંતની જાહેરાત કરી હોવા છતાં, ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ હજુ સુધી યુદ્ધ સમાપ્ત કરવા વિશે વાત કરી નથી. તાજેતરમાં, નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેઓ ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી શકતા નથી. પશ્ચિમ એશિયામાં કાર્યરત અમેરિકન કંપનીઓ સામે ઈરાનની ધમકીઓ વિશે પૂછવામાં આવતા ટ્રમ્પે કહૃાું, તેઓએ શું ધમકી આપી હતી? તેઓએ તેમને કેવી રીતે ધમકી આપી? શું તેઓએ કહૃાું હતું કે તેઓ તેમને ઉડાવી દેશે? શું તેઓ તેમના પર હુમલો કરશે? તેઓ નહીં કરે. તેઓ પરમાણુ હથિયારોથી હુમલો નહીં કરે. તેમાંથી મોટાભાગના (ઈરાની નેતૃત્વ) પહેલાથી જ મૃત્યુ પામ્યા છે.

બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ હાલમાં બેવડી દેખાઈ રહી છે. એક તરફ તેઓ ઈરાન સાથે વાતચીત દ્વારા શાંતિ સ્થાપવા અને યુદ્ધનો અંત લાવવાના સંકેતો આપી રહૃાા છે, તો બીજી તરફ મિડલ ઈસ્ટમાં સૈન્ય જમાવડો સતત વધારી રહૃાા છે. હજારો સૈનિકો, વિમાનવાહક જહાજો અને સ્પેશિયલ ફોર્સની આ તહેનાતી દર્શાવે છે કે ટ્રમ્પ 'શાંતિ'ની વાતોની આડમાં ઈરાન પર લશ્કરી દબાણ વધારી રહૃાા છે. આ પ્રકારની 'ડબલ ગેમ' પાછળનો મુખ્ય હેતુ ઈરાનને વાટાઘાટોના ટેબલ પર નમતું જોખવા મજબૂર કરવાનો હોઈ શકે છે, જેથી અમેરિકા પોતાની શરતો મુજબ યુદ્ધનો અંત લાવી શકે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઈરાન સામેના યુદ્ધમાં પોતાની પકડ મજબૂત કરવા માટે મિડલ ઈસ્ટમાં હજારો વધારાના સૈનિકો અને અત્યાધુનિક સૈન્ય સંસાધનો તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન સાથેની વાતચીતમાં વહેલી તકે કોઈ ઉકેલ નહીં આવે, તો યુદ્ધ વધુ ભયાનક સ્વરૂ૫ ધારણ કરી શકે છે. આ રણનીતિના ભાગરૂપે, મંગળવારે ૬,૦૦૦થી વધુ નૌસૈનિકો સાથેનું વિમાનવાહક જહાજ 'યુએસએસ જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશ' અને ત્રણ વિનાશક ડિસ્ટ્રોયર જહાજોને મિડલ ઈસ્ટ તરફ રવાના કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh