Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી ગુમ થયેલી સગીરાને ૧૮ કલાકમાં અમદાવાદમાંથી શોધી કાઢતી પોલીસ

દિલ્હી જતી બસમાં બેસી ગઈ હતી સગીરાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના એક પરિવારની પુત્રી મંગળવારે સાંજે ટ્યૂશન ક્લાસમાંથી નીકળ્યા પછી ઘરે નહીં પહોંચતા શરૂ થયેલી શોધખોળમાં પોલીસને જાણ કરાઈ હતી. તાત્કાલિક હરકતમાં આવેલી પોલીસે ઝીણવટભરી તપાસના અંતે માત્ર અઢાર કલાકમાં તે સગીરાને દિલ્હી તરફ જતી બસમાંથી અમદાવાદના એક પીકઅપ પોઈન્ટ પરથી પકડી લઈ જામનગર ખસેડ્યા પછી પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવ્યો હતો.

જામનગર શહેરના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની સગીર પુત્રી મંગળવારે સાંજે ટ્યૂશનમાં ગયા પછી ઘેર પરત ફરી ન હતી. તેથી હાંફળાફાંફળા બનેલા પરિવારજનોએ શોધખોળ શરૂ કર્યા પછી તરત જ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યાે હતો.

સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાની સૂચનાથી ઈન્ચાર્જ પીઆઈ એન.એ. ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એમ.વી. મોઢવાડીયા, એએસઆઈ રાજેશ વેગડ, દશરથસિંહ, ક્રિપાલસિંહ, સંજય પરમાર, કલ્પેશ અઘેરા, જયદીપસિંહ, સાજીદ બેલીમ, પ્રહલાદસિંહ તથા વિપુલ ગઢવીએ તપાસ શરૂ કરી હતી.

આ સગીરા જે ટ્યૂશનમાં ગઈ હતી ત્યાંથી સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાનું શરૂ કરાયા પછી આ સગીરા રિક્ષામાં સાત રસ્તા નજીક બસ સ્ટેન્ડ સધી ગઈ હોવાનું અને ત્યાંથી રાજકોટ તરફની બસમાં નીકળ્યાનું જણાઈ આવ્યું હતું. તેથી પોલીસની એક ટીમ રાજકોટ, બીજી ટીમ અમદાવાદ દોડી ગઈ હતી. ત્રીજી ટીમે સગીરાના સગડ મેળવવા પ્રયાસો યથાવત રાખ્યા હતા. જેમાં અમદાવાદ પહોંચેલી ટીમને આ સગીરા દિલ્હી તરફ જતી બસમાં હોવાની વિગત મળતા પોલીસ ટીમે ખાનગી બસના પીકઅપ પોઈન્ટ પણ વોચ રાખી હતી. જેમાં એક બસમાંથી આ સગીરા મળી આવી હતી. તેને નીચે ઉતારી લઈ જામનગર ખસેડાયા પછી પરિવારજનો સાથે મિલાપ કરાવી અપાયો છે.

આ સગીરા ગુમ થયાની પોલીસને જાણ કરવામાં આવ્યા પછી માત્ર અઢાર કલાકમાં પોલીસે તેણીને સહીસલામત શોધી કાઢી છે. ટ્યૂશન ક્લાસથી માંડીને એસટી સ્ટેન્ડ અને ત્યાંથી જે તે બસના રવાના થવા સુધીના ફૂટેજ, ત્યાંથી રાજકોટ અને અમદાવાદ બસ સ્ટેન્ડના ફૂટેજ, ત્યાંથી દિલ્હી તરફ જતી બસમાં આ સગીરાના બેસવાના ફૂટેજ અને અમદાવાદમાં આવેલા સંખ્યાબંધ પીકઅપ પોઈન્ટ પર વોચ સહિતના તમામ કામ પોલીસે ગણતરીની કલાકોમાં પૂર્ણ કરી સફળતાપૂર્વક આ કામગીરી પૂર્ણ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh