Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યમુના નદીના જળસ્તરમાં સતત વધારોઃ જનજીવન પ્રભાવિતઃ
નવી દિલ્હી તા. ૪: આજે દિલ્હી-એનસીઆરમાં ફરી વરસાદથી દિવસની શરૂઆત થઈ. સવારથી જ અનેક ભાગોમાં વરસાદ જોવા મળ્યો. બીજી તરફ યમુના નદીમાં પૂર આવ્યું, જેના કારણે ઘણાં નિચાણવાળા વિસ્તારો પૂરની ઝપેટમાં છે. યમુના બજાર, મજનુ કા ટીલા, મયુર વિહાર, ગીતા કોલોની અને ઝરોડા કલાન જેવા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે.
હવામાન વિભાગે આ મહિને પણ સારા વરસાદની આગાહી કરી છે. ખરાબ હવામાન અને વરસાદને કારણે આજે પણ ફ્લાઈટ્સ પ્રભાવિત થશે. દિલ્હી સચિવાલય પાસે પૂરનું પાણી પહોંચી ગયું છે, જ્યાં મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને મુખ્ય અમલદારોના કાર્યાલયો આવેલા છે. વાસુદેવ ઘાટની આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. કાશ્મીરી ગેટ નજીક રી મારઘાટના હનુમાન બાબા મંદિર સુધી પણ પૂરનું પાણી પહોંચી ગયું છે. દિલ્હીના જુના રેલવે પુલ પર યમુના નદીનું પાણીનું સ્તરપણ ર૦૭.૪૮ મીટર હતું, જ્યારે ઓવરફ્લો થતી યમુના નદીનું પાણી આસપાસના વિસ્તારોમાં સતત ભરાઈ રહ્યું છે. દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે. દિલ્હી-એનસીઆરમાં છેલ્લા ૪૮ કલાકથી વરસાદ ચાલું છે. દિલ્હીમાં યમુના નદીનું પાણીનું સ્તર વધ્યું છે. ઘણાં વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવાર અને શુક્રવારે પણ દિલ્હીમાં ભારે વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં પરિસ્થિતિ વધુ વણશી શકે છે. ભારે વરસાદના કારણે ટ્રેનો, ફ્લાઈટ અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
ભારતના પહાડી અને મેદાની રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. દિલ્હી એનસીઆરમાં છેલ્લા ઘણાં દિવસોથી વરસાદ ચાલુ છે. હવે હવામાન વિભાગે ૬ સપ્ટેમ્બર સુધી દિલ્હી-એનસીઆરમાં ભારે પવન સાથે ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. દિલ્હી પર પૂરનો ભય પણ છે. યમુનાનું પાણીનું સ્તર ભયના નિશાનથી લગભગ ર મીટર ઉપર પહોંચી ગયું છે.
દિલ્હી વિભાગના જુના યમુના (પુલ નંબર-ર૪૯) પર રેલ ટ્રાફિક સ્થગિત કરવામાં આવ્યો છે. આના કારણે મોટી સંખ્યામાં ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થયું છે. રેલવેએ જણાવ્યું હતું કે, સુરક્ષા કારણોસર ૪૦ ટ્રેનો સંપૂર્ણપણે રદ્ કરવામાં આવી છે. ૩૪ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે, ૧૧ ટ્રેનો અન્ય સ્ટેશનો (ટૂંકા ઉદ્રમ) થી શરૂ થશે અને ૧૪ ટ્રેનો તેમના ગંતવ્ય સ્થાન (ટૂંકા સમાપ્તિ) બદલીને સમય પહેલા બંધ કરવામાં આવશે.
દિલ્હીથી મહારનપુર, શામલી, ગાઝિયાબાદ, અલીગઢ, દનકૌર સહિત નજીકના ઘણાં રૂટ પર ચાલતી ઈએમયુ અને પેસેન્જર ટ્રેનો ૪ સપ્ટેમ્બરે રદ્ કરવામાં આવી છે. આમાં દિલ્હી જંકશન-સહારનપુર, દિલ્હી-શામલી, દિલ્હી-ગાઝિયાબાદ, દિલ્હી-અંબાલા કેન્ટ, દિલ્હી-મુરાદાબાદ અને દિલ્હી-કોટદ્વાર જતી ઘણી એક્સપ્રેસ અને જન શતાબ્દિનો સમાવેશ થાય છે. જમ્મુ તાવીથી ધનબાદ અને જમમુ તાવી-બાડમેર શાલીમાર એક્સપ્રેસ જેવી લાંબા અંતરની ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે.
૩૪ લાંબા અંતરની ટ્રેનો વૈકલ્પિક રૂટ પર ચલાવવામાં આવી રહી છે. આમાં અવધ આસામ એક્સપ્રેસ, કાલકા-હાવડા મેઈલ, રાણીખેત એક્સપ્રેસ, મસૂરી એક્સપ્રેસ, અલાહઝરત એક્સપ્રેસ, માનેન્દા એક્સપ્રેસ, બ્રહ્મપુત્રા મેઈલ અને ઉત્તરપૂર્વ, બિહાર, ઉત્તરપ્રદેશ અને પૂર્વ ભારત તરફ જતી ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ટ્રેનોને સાહિબાબાદ, નવી દિલ્હી, સબઝીમંડી, તિલક બ્રિજ અને સરાઈ રોહિલ્લા સ્ટેશનો દ્વારા ડાયવર્ટ કરવામાં આવી રહી છે.
રાજધાની દિલ્હીમાં ખરાબ હવામાન અને વરસાદને કારણે આજે પણ ફ્લાઈટ્સ પ્રભાવિત રહેશે. એરલાઈન્સે તેમના મુસાફરોને અપડેટ રહેવાની સલાહ આપી છે. દિલ્હી-એનસીઆર, યુપી, પંજાબ, હરિયાણામાં પણ પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એરપોર્ટ પરથી ઉપડતી ૪૦૦ થી વધુ ફ્લાઈટ્સ રદ્ કરવી પડી હતી. ઘણાં રાજ્યોમાં શાળાઓ બંધ રાખવી પડી હતી. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ સહિત આઠ રાજ્યોમાં આગામી બે-ત્રણ દિવસ માટે વરસાદનું એલર્ટ જારી કર્યું છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે. પ સપ્ટેમ્બરે દિલ્હીમાં વરસાદ માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial