Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માધવપુરનો માંડવોને જાદવકુળની જાન
ચૈત્ર સુદ અગિયારસના શુભ દિને દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને તેમના મુખ્ય પટ્ટરાણી માતા રૂકમણીજીનો લગ્નોત્સવ પરંપરાગત રીતે ઉજવાયો હતો. દ્વારકાના રૂકમણી મંદિરના પટાંગણમાં ધાર્મિક વિધિવધાન સાથે ભગવાન દ્વારકાધીશજી અને માતા રૂકમણીજીનો ભવ્ય લગ્નોત્સવ ઉજવાયો હતો. તા. ર૮-ર૯ માર્ચ દરમિયાન ઉજવાયેલ શ્રીજી-શ્રીપટ્ટરાણીજીના લગ્નોત્સવમાં સાંજીના ગીત, સંગીત સંધ્યા, માતાજીનો વરઘોડો, અન્નકૂટ મહોત્સવ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. સંપૂર્ણ ધાર્મિક વિધિવિધાન સાથે બહોળી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં પૂજારી અરૂણભાઈ દવે તથા કંદર્પભાઈ દવે તેમજ લગ્નોત્સવમાં મુખ્ય યજમાન પરિવારની ઉપસ્થિતિમાં શ્રી દ્વારકાધીશજી અને શ્રી રૂકમણી માતાજીનો લગ્નોત્સવ ઉજવાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial