Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણ વિભગ પણ ખફા ?
જામનગર તા. ૩૦: ચોકિદાર કમ પટાવાળાઓ તથા નિવૃત્ત કર્મચારીઓએ કરેલા હાઈકોર્ટમાં અદાલતને ગેર માર્ગે દોરવા તેમજ શિક્ષકોના રજા મંજૂરી, સસ્પેન્શન, વહીવટી બદલી, ઈજારા અટકાવવા તેમજ ગુણોત્સવમાં સમિતિનો એકંદરે નબળો દેખાવ તેમજ પ્રવાસી શિક્ષકોની ભરતી વિગેરે સહિતના નાના-મોટા અનેક પ્રકરણોમાં મનવસ્વી પદ્ધતિથી કામગીરી કરનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ઉપર શિક્ષણ વિભાગ ખફા હોવાનું જાણવા મળે છે.
આ વિવાદીત શાસનાધિકારી દ્વારા અગાઉ મૂકાયેલા સ્વૈચ્છિક રાજીનામું પણ નામંજૂર કરી દેવાયું હતું અને તેમણે ફરી વખત બદલી કરવા અથવા રાજીનામું મંજૂર કરવા માંગ કરી છે. અહીં મનસ્વી કાર્ય પ્રણાલીના કારણે તેમની બદલી નહીં કરાતી હોવાનું અને રાજીનામું મંજૂર નહીં કરાતું હોવાનું ચર્ચામાં જાણવા મળી રહ્યું છે. આમ થોડા સમયમાં આ અધિકારી ફરી ચર્ચાના ચકડોળે ચઢયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial