Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફેબ્રુઆરીના છેલ્લા ૧૦ દિવસના આંકડા મુજબ
નવી દિલ્હી તા. ૧૪: રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઈલ વેચવામાં સાઉદી અરેબિયાએ બાજી મારી છે અને છેલ્લા ૧૦ દિવસમાં ૧૧.૩ લાખ બેરલ ક્રૂડ ઓઈલની ભારતમાં નિકાસ કરી છે.
ભારતના ક્રૂડ ઓઇલ સપ્લાય ક્ષેત્રે એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૬ના પ્રથમ ૧૦ દિવસના આંકડાઓ મુજબ, સાઉદી અરેબિયા રશિયાને પછાડીને ફરી એકવાર ભારતનો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ બની ગયો છે. ગ્લોબલ શિપ ટ્રેકિંગ ફર્મ 'કેપ્લર'ના ડેટા અનુસાર, ફેબ્રુઆરીની શરૂઆતમાં સાઉદી અરેબિયાએ ભારતને દરરોજ સરેરાશ ૧૧.૩ લાખ બેરલ ક્રૂડ ઓઇલની નિકાસ કરી છે, જેની સામે રશિયાનો સપ્લાય ઘટીને ૧૦.૯ લાખ બેરલ રહૃાો છે. નોંધનીય છે કે, લગભગ એક વર્ષના લાંબા વિરામ બાદ સાઉદી અરેબિયા પાસેથી તેલની આયાત ફરી ૧૦ લાખ બેરલના આંકડાને વટાવી ગઈ છે.
તેલ આયાતના સમીકરણોમાં આવેલા આ મોટા ફેરફાર પાછળ મુખ્યત્વે ભારત અને અમેરિકા વચ્ચે થયેલી તાજેતરની 'ટ્રેડ ડીલ' જવાબદાર માનવામાં આવે છે.
બીજી તરફ, સાઉદી અરામકોએ તેલની કિંમતોમાં ઘટાડો કરવાની સાથે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ મોટી રાહત આપી છે. પશ્ચિમ એશિયાથી ભારત સુધી તેલ પહોંચવામાં માત્ર ત્રણ દિવસનો સમય લાગે છે, જે અમેરિકા કે અન્ય દૂરના દેશોની સરખામણીએ ઘણો ઓછો અને આર્થિક રીતે વધુ ફાયદાકારક છે.
ભારત પોતાની જરૂરિયાતનું ૯૦% તેલ આયાત કરે છે અને વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ ખરીદનાર દેશ છે. નિષ્ણાતોનું માનવું છે કે રશિયા પરના અમેરિકન પ્રતિબંધો અને ભૌગોલિક-રાજકીય દબાણ વચ્ચે ભારત પોતાની ઉર્જા સુરક્ષા માટે સપ્લાયના સ્ત્રોતોમાં વિવિધતા લાવી રહ્યું છે. સાઉદી અરેબિયા પાસે વધારાની ઉત્પાદન ક્ષમતા હોવાથી તે જરૂર પડ્યે ઝડપથી સપ્લાય વધારી શકે છે. આગામી સમયમાં ભારતની તેલ આયાતના નકશામાં હજુ વધુ પરિવર્તન જોવા મળે તેવી પૂરેપૂરી શકયતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial