Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રણજીતસાગર રોડ પર કુબેર પાર્ક પાસે દરોડોઃ
જામનગર તા. ૧૩: જામનગરના રણજીતસાગર રોડ પર કુબેર પાર્ક નજીક ગઈકાલે સાંજે મોબાઈલમાં એક એપમાં તીનપત્તી રમી રહેલા શખ્સને પોલીસે પકડી પાડી રોકડ તથા મોબાઈલ કબજે કર્યાે છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા નવા એંસી ફૂટ રોડ નજીક કુબેર પાર્કના ખૂણા પાસે ગઈકાલે સાંજે જાહેરમાં ઉભો રહી એક શખ્સ પોતાના મોબાઈલમાં જુગાર રમતો હોવાની બાતમી પરથી દોડી ગયેલી સિટી એ ડિવિઝનની સર્વેલન્સ ટીમે ત્યાંથી ચિરાગ હસમુખભાઈ તાળા નામના શખ્સને દબોચી લીધો હતો.
અશોક વાટીકાની શેરી નં.રમાં રહેતા આ શખ્સ પાસે રહેલા મોબાઈલમાં આ શખ્સ એક આઈડી પરથી કેસીનોની ગેમમાં તીનપત્તી રમી રહ્યો હતો. પોલીસે તેનો મોબાઈલ અને રૂ।.૧૫૦૦ રોકડા મળી રૂ।.૬૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને આ શખ્સ સામે જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial