Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રવિ પાર્ક ટાઉનશીપમાં સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી

દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ચાર પહરની પૂજા-મહાઆરતી અને રૂદ્રાભિષેકના કાર્યક્રમો યોજાયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: ગઈકાલે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી જામનગરના ૧પ૦ ફૂટ રીંગરોડ પર આવેલા રવિપાર્ક ટાઉનશીપમાં ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે થઈ હતી. આ ટાઉનશીપમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં દિવસભર વિવિધ કાર્યક્રમો ધમધમતા રહ્યા હતાં, જેમાં રવિપાર્ક ટાઉનશીપ તથા આ વિસ્તારની અન્ય સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાંથી પણ ખૂબ જ બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતાં અને શિવભક્તોનો જાણે મહેરામણ ઉભરાયો હતો.

દિવસભર ચાલેલા કાર્યક્રમો દરમિયાન ચાર પહરની પૂજા, આરતી, મહાઆરતી, રૂદ્રાભિષેક તથા મધ્યરાત્રિની શિવમહાઆરતી થઈ હતી અને ભક્તોએ શિવજીને પ્રતિકાત્મક રીતે દુગ્ધાભિષેક, જલાભિષેક તથા પરંપરાગત રીતે શિવજીનું પૂજન કર્યું હતું અને શિવશ્લોકો તથા હરહર મહાદેવ, બમ બમ ભોલેના નાદ્ સાથે મંગલમય માહોલમાં ભવ્ય ઉજવણી થઈ હતી, જેમાં રવિપાર્ક ટાઉનશીપના રહિશ પરિવારો સહયોગી બન્યા હતાં, તો સોસાયટીના પ્રમુખ અને હોદ્દેદારોએ પણ સંલગ્ન વ્યવસ્થાઓ તથા સુરક્ષા-સલામતીની સુદૃઢ વ્યવસ્થાઓ ગોઠવવામાં સંકલિત આયોજન કર્યું હતું.

આ મહાશિવરાત્રિ દરમિયાન સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પૂજારી મોહનભાઈ કાપડીએ અનન્ય શિવભક્તિ અને પરંપરાગત રીતે ચારેય પહરની પૂજા, આરતી, મહાઆરતી અને શિવસ્તુતિ સાથે શિવભક્તો સ્વયં શિવલીંગ પર અભિષેક કરી શકે તેવી વ્યવસ્થાઓ કરીને તલ્લીનતાપૂર્વક મધ્યરાત્રિની મહાઆરતી સહિતની તમામ વિધિ ખૂબ જ પરિશ્રમપૂર્વક કરી હતી, જેમાં તેમનો પરિવાર પણ સહભાગી થયો હતો. સમગ્ર વ્યવસ્થામાં રવિપાર્ક ટાઉનશીપમાં રહેતા વડીલો, અનુભવી સજ્જનો અને સન્નારીઓ તથા મોટી સંખ્યામાં યુવાવર્ગ  (જેન ઝેડ) પણ સક્રિયરીતે સહભાગી થયો હતો, જે એક સકારાત્મક વિશેષતા જણાઈ હતી.

રવિપાર્ક ટાઉનશીપના સંચાલક મંડળ દ્વારા સંચાલિત સિદ્ધેશ્વર મહાદેવના સંકુલમાં માતા પાર્વતી, કાર્તિકેયજી, હનુમાનજી, ગણેશજી, નંદીજી, કાચબાનારાયણ, બટુક ભૈરવ, કાળભૈરવ, શિતળામાતાજી, બિલ્લવ અને તુલસીજી, ગંગામૈયા સહિત તમામ પ્રતિમાઓનું વિધિવત્ પૂજન કરાયું હતું.

ગઈકાલે દિવસભર ચાલેલી આ ઉજવણીમાં ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક થયેલી ઉજવણી દરમિયાન આ સોસાયટીમાં રહેતા દેશના અન્ય પ્રાન્તોના રહીશો સાથે સ્થાનિક રહીશોની એકાત્મક્તા અને એકજુથતા પણ ઊડીને આંખે વળગે તેવી જણાઈ હતી.

આ ઉપરાંત વોર્ડ નં. ૬ મા આવેલા તિરૂપતિ મહાદેવ, દ્વારકાધીશ સોસાયટીનું શિવમંદિર, શિવ ટાઉનશીપ નજીકનું શિવમંદિર તથા યાદવનગરમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ અને આર.ઓ.થી રવિપાર્ક પાછળથી જતા માર્ગે આવતા શિવ મંદિર સહિતના તમામ શિવ મંદિરોમાં મહા શિવરાત્રિની મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh