Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા શહેર તથા ગ્રામ્ય પંથકમાં
ખંભાળિયા તા. ૧૬: ખંભાળિયા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં મહાશિવરાત્રિના સવારથી જ ભાવિકો ઉમટી પડ્યા હતાં તથા વિશેષ પૂજા-દર્શન તથા રૂદ્રાભિષેક, યજ્ઞ સહીતની પૂજાઓમાં ભાવિકો જોડાયા હતાં.
ખંભાળિયાના પ્રસિદ્ધ શ્રી ખામનાથ મહાદેવ, શ્રી રામનાથ મહાદેવ, શ્રી શરણેશ્વર મહાદેવ, શ્રી પાળેશ્વર મહાદેવમાં વિશેષ પૂથા સાથે દર્શન તથા સાંજે મહાઆરતી ઢોલનગારા સાથે યોજાઈ હતી, જેમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. ખામનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજા સાથે ધ્રુમ્ર ગોટા સાથે સ્વર્ગના વાતાવરણ જેવા અદ્ભુત દર્શન યોજાયા હતાં, તો મંદિરના અનેક શિવલીંગો મંદિરોમાં પણ વિશેષ પૂજા થઈ હતી.
ખંભાળિયાના અન્ય મંદિરો શીરેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ, સુમનાથ મહાદેવ, કાશિવિશ્વનાથ મહાદેવ, રામનાથ પાસેના મહાદેવ, વાડાના શિવમંદિરો, ભીડભંજન મહાદેવ, વિદ્યશંકર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ, ભોળેશ્વર મહાદેવ, નર્મદેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, ભૂતનાથ મહાદેવ તથા ગ્રામ્ય વિસ્તારના શિવ મંદિરો વડત્રા ધીંગેશ્વર મહાદેવ મંદિરે રૂદ્રાભિષેક સાથે વિશેષ દર્શન તથા લોકડાયરો, સંતવાણી કાર્યક્રમ, દીપમાળા કાર્યક્રમ યોજાયા હતાં.
ખંભાળિયાના કોટા ગામે કોટેશ્વર મહાદેવના પ્રાકૃતિક વાતાવરણમાં ભાવિકોનો પ્રવાહ ઉમટ્યો હતો, તો દાત્રાણા દંતેશ્વર મંદિરે વિપ્ર અગ્રણી મુકેશભાઈ દ્વારા વિશેષ પૂજા-દર્શન યોજાયા હતાં. ભાતેલના પ્રસિદ્ધ શ્રી ભોળેશ્વર મહાદેવ, બજાણા કાશિ વિશ્વનાથ મહાદેવ, રામનગર બાળનાથ મહાદેવ, સોડસલા નાગનાથ મહાદેવ, ભરાણા ધીંગેશ્વર મહાદેવ, ભાણવડ ઈન્દ્રેશ્વર મહાદેવ, કંડોરણા શિવ મંદિર વિગેરે સ્થળે ભાવિકો ઉમટ્યા હતાં.
ચાર પ્રહર આરતી ઉત્સવ
ખંભાળિયા શહેરના પ્રસિદ્ધ શિવ મંદિરો તથા ગ્રામ્ય પંથકના અનેક પ્રાચીન શિવ મંદિરોમાં રાત્રે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી બ્રાહ્મણો દ્વારા જાગરણ સાથે શિવ આરાધના તથા રાત્રિના ચારેય પ્રહર આરતી સાથે શિવ પૂજાના કાર્યક્રમો યોજાયા હતાં, જેમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial