Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારને ગેરમાર્ગે દોરી, તંત્રોને છેતરીને કરેલા વ્યવહારો રદ્ કરવા માંગણી
જામનગર તા. ૧પઃ જામનગરમાં રહેતા એક વ્યક્તિએ ખોટા દસ્તાવેજોના આધારે સરકારને ગેરમાર્ગે દોરીને ભળતા નામનો ઉપયોગ કરીને ખોટા ખેડૂત ખાતેદાર બની ગયા હોય, તેની તપાસ કરવા અને પગલાં લેવાની માગ સાથે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
જામનગર તાલુકાના મસીતિયા ગામની રે.સ.નં. પ૬ર/૧ વાળી ખેતીની જમીન સુમરા સલીમ દોસ્તમામદ, ઉપેન્દ્ર જેઠાલાલ ચંદરિયા તથા સલીમ યુસુફભાઈએ સંયુક્ત રીતે વર્ષ ર૦૦૬ મા હવાબેન ઉમરભાઈ પાસેથી વેંચાણ લીધી હતી.
જમીન વેંચાણ લેનાર પૈકીના સલીમ યુસુફ ખંભાળિયા તાલુકાના તરઘડી ગામના જુસબ ઓસમાણ નામના ખાતેદાર અંગે દોહીત્ર થવા અંગેનો આંબો, બેંક વિગત, જન્મ તારીખનો દાખલો, ચૂંટણી ઓળખ કાર્ડ વિગેરે રજૂ કરવામાં આવ્યા હતાં. જુસબ ઓસમાણનો આંબો તરઘડી ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર લખાયો હતો. તેમાં જુસબ ઓસમાણના દીકરી રોશનબેન જુસબ દર્શાવાયું છે, અને રોશનબેન સલીમ યુસુફના માતા થાય, જ્યારે ચૂંટણી કાર્ડ મુજબ સલીમ યુસુફના માતાનું નામ ખફી રોશન મહંમદ યુસુફ દર્શાવેલ છે. તે હકીકત ખરી છે, પરંતુ જુસબ ઓસમાણના પુત્રી રોશનબેન જુસબ અલગ છે. એક સરખા નામનો ગેરઉપયોગ કરીને સલીમ યુસુફ દ્વારા રેવન્યું ઓથોરીટીને ગેરમાર્ગે દોરવામાં આવેલ છે.
હકીકતે જુસબ ઓસમાણનું અવસાન થતા તરઘડી ગામમાં રજૂ થયેલ કાગળોમાંથી ફલિત થાય છે, વારસાઈ આંબામાં જુસબ ઓસમાણના પુત્રી રોશનબેન જુસબ મથુ૫ોત્રા (પત્ની ખફી ઉમર) દર્શાવેલ છે, અને રોશનબેનના સગાભાઈ કારાખભાઈ જુસબભાઈ મથુ૫ોત્રા દ્વારા વારસાઈ અંગેના સોગંદનામામાં રોશનબેન જુસબભાઈ મથુ૫ોત્રા (પત્ની ખફી ઉમરભાઈ) દર્શાવેલ છે.
આમ સલીમ યુસુફ દ્વારા રોશનબેનના ભળતા નામનો ઉપયોગ કરીને ખેડૂત ખાતેદાર બની ગયા છે, અને સરકાર સાથે છેતરપિંડી કરી છે, તેમજ સલીમ યુસુફ પોતે ખાતેદાર ન હોય, તેથી જ પોતાના જોગના વેંચાણ દસ્તાવેજમાં સુમરા સલીમ દોસ્તમામદ, ઉપેન્દ્ર જેઠાલાલ ચંદરિયાના નામ સામેલ કરેલ હોય, આ પછી બન્ને પાસેથી રીલીઝ ડીડ કરાવીને ખેતીની જમીન પોતાના એકલાના નામે કરાવી લીધી છે. તેના આધારે સલીમ યુસુફ ખફી અને જામનગરના નવાગામ (ઘેડ) ની ખેતીની જમીન પણ ખરીદ કરી છે, અને ખેડૂત ખાતેદાર તરીકે પ્રસ્થાપિત થવા માટે ગેરકાયદેસરતા આચરેલ આથી સુઓમોટો રિવિઝનમાં લઈ રદ્ કરવી જોઈએ અને ત્વરિત જરૂરી કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી માગણી વસીમ હાજીભાઈ ખફીએ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial