Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટમાં રામનવમીના પાવન પર્વે
જામનગર તા. ૨૫: રાજકોટના કાલાવડ રોડ પર સ્થિત ઇસ્કોન મંદિરમાં રામ નવમીના પાવન અવસરે અતિ ભક્તિમય અને વૈભવી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ તિથિ પર ભગવાન શ્રી રામચંદ્રના પાવન પ્રાગટ્યનો સ્મરણ કરીને ભક્તિ,શ્રદ્ધા અને આધ્યાત્મિકતા સાથે ઉત્સવ ઉજવવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર-રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજીએ જણાવ્યું હતું કે, તા.૨૬/૩ ના રામનવમી આવે છે. રામનવમીએ આપણા સનાતન ધર્મનો મુખ્ય તહેવાર છે જેની ઉજવણી ઇસ્કોન મંદિર-રાજકોટમાં ભવ્ય રીતે કરવામાં આવશે. સાંજે ૬ વાગ્યાથી મંદિરમાં ભવ્ય કાર્યક્રમ શરૂ થશે જેમાં રામ દરબારની પાલખીયાત્રા તેમજ ૨૧૦૦ કિલો પુષ્પથી ભગવાન રામચંદ્ર અને રામ દરબારને મહા અભિષેક કરવામાં આવશે. વધુમાં પ્રભુજી જણાવે છે કે રામ નવમીના દિવસે જ ઇસ્કોન મંદિર-રાજકોટના આ નવા ભવ્ય મંદિર માં રામ દરબારનો ૭મો પાટોત્સવ છે તેથી અમારા માટે આ ખુશી નો અવસર છે. આથી તેની ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. મંદિરે આવતા સૌ કોઈ દર્શનાર્થીઓ માટે તે દિવસે ફરાળી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરે પધારતા દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની હાલાકી નો સામનો ન કરવો પડે તે હેતુથી મંદિરથી ૫૦ મીટરના અંતરે આવેલા બાજુના ગ્રાઉન્ડમાં વિશેષ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રભુજીએ વિશેષમાં જણાવ્યું હતું કે, અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ ખૂબ જ તણાવગ્રસ્ત છે. આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈપણ વસ્તુ આપણા હાથમાં ન હોય ત્યારે આપણે માત્ર ભગવાન રામનો સહારો લેવો પડે છે. તો સૌ કોઈ ભક્તોને વિનંતી છે કે આ રામનવમીના પાવન પર્વ પર મંદિરે આવીને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial