Advertisement
Author: નોબત સમાચાર

ટ્રમ્પે ૧૦૦૦ સૈનિકોને મધ્યપૂર્વ તરફ કર્યા રવાના

ખતરનાક ચાલ ? શાંતિની વાતો કરતા કરતા

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. રપઃ એક બાજુ શાંતિની      વાતો કરતા કરતા બીજી બાજુ હજારો સૈનિકો મિડલ ઈસ્ટ તરફ રવાના કરીને ટ્રમ્પે ખતરનાક કદમ ઉઠાવ્યુ છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ એક મોટું સૈન્ય પગલું કર્યુ છે. એક તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સીઝફાયર પ્લાન અને શાંતિ પ્રયાસોની ચર્ચાઓ ચાલી રહી છે, તો બીજી તરફ અમેરિકન સેના પોતાની સૌથી ખતરનાક ગણાતી ૮રમી એરબોર્ન ડિવિઝનના અંદાજે ૧,૦૦૦ સૈનિકોને મિડલ ઈસ્ટ મોકલવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટસ મુજબ આ સૈનિકો આગામી થોડા દિવસોમાં રવાના થશે. આ યુનિટની ખાસિયત એ છે કે, તેને ખૂબ જ ઓછા સમયમાં દુનિયાના કોઈપણ ખૂણે તૈનાત કરી શકાય છે. તેથી જ તેને અમેરિકાનું 'ઈમરજન્સી રિસ્પોન્સ ફોર્સ' માનવામાં આવે છે. આ ટૂકડીમાં પ્રથમ બ્રિગેડ કોમ્બેટ ટીમની સાથે ડિવિઝન કમાન્ડર મેજર જનરલ બ્રેન્ડન ટેગ્ટમેયર પણ સામેલ છે. આ તૈનાતી પાછળનું મુખ્ય કારણ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાનું માનવામાં આવેે છે. ૮૨મી ઓરબોર્ન જેવી ઘાતક યુનિટને મોકલવાનો અર્થ એ છે કે અમેરિકા કોઈપણ યુદ્ધ જેવી સ્થિતિ કે વિવાદિત ક્ષેત્રોને સુરક્ષિત રાખવા માટે પોતાનું બેકઅપ તૈયાર રાખી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh