Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડના બોડકીના મહિલાને સર્પદંશઃ
જામનગર તા. ૧૧: ભાણવડના બોડકી ગામમાં એક મહિલાને ઝેરી જનાવર કરડી જતા તેઓનું મૃત્યુ થયું છે. ઓખાના આર.કે. બંદર પર બે માછીમારને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે અને ખંભાળિયાના સામોરમાં દોઢ વર્ષનો બાળક રમતા રમતા કેનાલમાં ડૂબ્યા પછી મૃત્યુ પામ્યો છે.
ભાણવડ તાલુકાના બોડકી ગામમાં રહેતા ભીનીબેન વીરાભાઈ ચૌહાણ (ઉ.પ૭) નામના પ્રૌઢા ગઈકાલે બપોરે પોતાના ખેતરમાં ઉભા પાકમાં દવા છાંટતા હતા ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. ભાવેશભાઈ વીરાભાઈ ચૌહાણે પોલીસને જાણ કરી છે.
ઓખાના આર.કે. બંદર પર આવેલી ગુજરાત જેટી પર બરકત નામની બોટમાં માછીમારી માટે આવીને રહેતા મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તરભોણ ગામના સુકરભાઈ મંગાભાઈ હડપતી (ઉ.વ.૩૬) નામના યુવાન ગઈકાલે સવારે ચા-નાસ્તો કરીને બોટ પર આરામ કરતા હતા ત્યારે તેઓને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનંુ મૃત્યુ નિપજ્યું છે.
આર.કે. બંદર પર ચમ જેટી પર માછીમારી માટે આવીને રહેતા નવસારી જિલ્લાના વતની અશ્વિનભાઈ ભાણાભાઈ હડપતી ગઈકાલે સવારે હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો આવી જતા મોતને શરણ થયા છે.
ખંભાળિયા તાલુકાના સામોર ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના જુલવાણીયા ગામના વિક્રમભાઈ ચમારીભાઈ ચૌહાણ નામના શ્રમિકનો દોઢ વર્ષનો પુત્ર કીંગરાજ ગઈકાલે બપોરે રાજુભાઈ લાઠીયાના ખેતરમાં કેનાલ પાસે રમતો હતો ત્યારે કોઈ રીતે કેનાલમાં પડી ગયા પછી ડૂબી જવાથી મૃત્યુ પામ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial