જાણો, તા. ૨૯ સપ્ટેમ્બર, સોમવાર અને આસો સુદ સાતમનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૯ - સુર્યાસ્ત : ૬-૩૬

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૭:

તા. ૨૯-૦૯-ર૦૨૫, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૬,

મુસ્લિમ રોજઃ ૦૬, નક્ષત્રઃ મૂળ,

યોગઃ સૌભાગ્ય, કરણઃ વિષ્ટિ

 

તા. ૨૯ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આપના કાર્યની સાથે અન્ય કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે. જેના  લીધે આપના કાર્યમાં થોડો વિલંબ થતો જણાય. પરંતુ કાર્ય ઉકેલાતા રાહત રહે. આરોગ્ય સુખાકારી  નરમ-ગરમ રહેતી જણાય. વિદ્યાર્થી વર્ગને વર્ષની શરૂઆતથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી.  ધાર્મિકતા-આધ્યામિકતામાં વૃદ્ધિ થતી જણાય.

બાળકની રાશિઃ ધન

જાણો, તા. ૨૯ સપ્ટેમ્બર, સોમવાર અને આસો સુદ સાતમનું રાશિફળ

મકર રાશિના જાતકોની ધારણા અવડી પડતા કામમાં મુશ્કેલી જણાય. અન્ય બે રાશિના જાતકોને વિવાદથી સંભાળવું. નોકરીની ચિંતા રહે.

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આડોશ-પાડોશમાં તેમજ ભાઈ-ભાંડુ સાથે વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું પડે. પરદેશના કામમાં  ઉતાવળ ન કરવી.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૫

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

નોકરી ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા  કરે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૩

 

Gemini (મિથુન: ક-છ-ધ)

પત્ની-સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ અનુભવાય. વાણીની સંયમતા રાખીને શાંતિથી કામકાજ  કરવું.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૮-૪

 

Cancer (કર્ક: ડ-હ)

સ્વાસ્થ્યની અસ્વસ્થતાને લીધે કામકાજમાં રૂકાવટ વિલંબ જણાય. વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું  પડે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૭-૪

 

Leo (સિંહ: મ-ટ)

જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે ધ્યાન રાખવું પડે. અન્યના ભરોસે રહીને કોઈ કાર્ય  કરવું નહીં.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૨

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યાવહારિક કામો  થાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૮-૪

 

Libra (તુલા: ર-ત)

યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં આપે સાવધાની રાખવી પડે. ભાઈ-ભાંડુ વર્ગની ચિંતા જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૭-૨

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા-ખર્ચ  જણાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૬-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં પ્રતિકૂળતા જણાય. સંતાનના પ્રશ્ને માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. મહત્ત્વના  નિર્ણયો ન લેવા.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૮

 

Capricorn (મકર: ખ-જ)

આપની ગણતરી-ધારણા અવડી પડતા કામકાજમાં મુશ્કેલીનો અનુભવ થાય. આવેશ-ઉશ્કેરાટમાં  આવી જવું નહીં.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

માનસિક પરિતાપ-વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં વિચારોની દ્વિધા-અસમંજસતા રહ્યા કરે.  ઉચાટ જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપે સામાજીક-વ્યાવહારિક કામમાં સાવધાની રાખવી પડે. નાણાકિય લેવડદેવડમાં ઉતાવળ કરવી  નહીં.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૮

જાણો, તા. ર૮ સપ્ટેમ્બર, રવિવાર અને આસો સુદ છઠ્ઠનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૯ - સુર્યાસ્ત : ૭-૩૭

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૦૬ :

તા. ૨૮-૦૯-ર૦૨૫, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૫,

મુસ્લિમ રોજઃ ૦૫, નક્ષત્રઃ જ્યેષ્ઠા,

યોગઃ આયુષ્માન, કરણઃ ગર

 

તા. ૨૮ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યાવસાયિક દૃષ્ટિએ સારૃં રહે. ધંધામાં આવક વધતી જણાય. આપના કાર્યમાં કુટુંબ અને  પરિવાર સહયોગી બને. કોઈ નવીન તક પ્રાપ્ત થાય. નાણાકીય સુખાકારી બાબતે ખર્ચમાં ઘટાડો થતાં  આવક વધતી જણાય જેવી બચત શક્ય બને. વડીલવર્ગ ના સ્વાસ્થ્ય બાબતે દોડધામ-શ્રમ  તથા ખર્ચ  થતો જણાય. સંતાનથી આપને લાભ થાય.

બાળકની રાશિઃ વૃશ્ચિક ૨૭:પપ સુધી પછી ધન

જાણો, તા. ર૮ સપ્ટેમ્બર, રવિવાર અને આસો સુદ છઠ્ઠનું રાશિફળ

મીન સહિત બે રાશિના જાતકોને બુદ્ધિ-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો, ભાઈ-ભાંડુંનો સહકાર રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો સાથ સહકાર મળી રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૫

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

નોકરી-ધંધે જાવ તો પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવતી  રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૩

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવે. સંતાનનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૭

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કાર્યમાં હરિફવર્ગ, ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરે. દોડધામ-શ્રમ  જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યની સાથે સંસ્થાકિય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવું પડે. મિલન-મુલાકાત થઈ  શકે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેનીનો અનુભવ થાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં. વાહન  ધીરે ચલાવવું.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૯-૫

 

Libra (તુલા: ર-ત)

જુના મિત્રો-સ્વજન-સ્નેહી સાથે મિલન-મુલાકાતથી આનંદ જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૭-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી વર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ  રહે.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૪-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના કાર્યમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. ઉચાટ રહે. આકસ્મિક ખર્ચ,ખરીદીના લીધે  નાણાભીડ જણાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૭

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્ત્વની મિલન-મુલાકાત ફળદાયી સાબિત  થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૮

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને દોડધામ  થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૪

જાણો, તા. ર૭ સપ્ટેમ્બર, શનિવાર અને આસો સુદ પાંચમનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૮ - સુર્યાસ્ત : ૬-૩૮

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૦૫ :

તા. ૨૭-૦૯-ર૦૨૫, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૪,

મુસ્લિમ રોજઃ ૦૪, નક્ષત્રઃ અનુરાધા,

યોગઃ પ્રીતિ, કરણઃ કૌલવ

 

તા. ૨૭ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું પડે. જુની તથા વારસાગત બીમારીમાં સમયાંતરે ડોક્ટરની  મુલાકાત લેવી જરૂરી બની રહે. નોકરી-ધંધામાં ધાર્યા મુજબના કામ થાય નહીં. નોકરિયાતવર્ગને  કાર્યબોજ વધતો જણાય. આપે ખૂબ ધીરજ અને શાંતિ રાખીને કામ લેવું. નાણકીય લેવડ-દેવડમાં  સાવધાની રાખવી. આધ્યાત્મિકતામાં વધારો થાય.

બાળકની રાશિઃ વૃશ્ચિક

જાણો, તા. ર૭ સપ્ટેમ્બર, શનિવાર અને આસો સુદ પાંચમનું રાશિફળ

ધન સહિત બે રાશિના જાતકોને ગણતરી પ્રમાણેનું કામ થાય, પારિવારિક કામ અંગે વ્યસ્તતા જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામ અંગે મુલાકાત  થઈ શકે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૨

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે બીજું કોઈ કામ અથવા સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો  થાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થઈ  શકશે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૪-૬

 

Cancer (કર્ક: ડ-હ)

આપે તન,મન,ધન,વાહનથી સંભાળીને દિવસ પસાર કરવો પડે. પારિવારિક કામના પ્રશ્ને ચિંતા  અનુભવી શકો.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૧

 

Leo (સિંહ: મ-ટ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો  સહકાર મળે.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૨-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

દિવસના પ્રારંભથી જ આપે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઘર-પરિવાર અંગે દોડધામ  જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૭-૩

 

Libra (તુલા: ર-ત)

આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો આનંદ રહે. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી  જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

રાજકિય,સરકારી,ખાતાકીય, કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાવટ-મુશ્કેલી જણાય. ઉતાવળ ન  કરવી.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૬-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ  શકાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામ અંગે વ્યસ્તતા-દોડધામ જણાય. કામનો ઉકેલ આવે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૭

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કાર્યમાં સહકાર્યવર્ગ,નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન  થાઈ શકે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૩

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપ હરો,ફરો, કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા  જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૪

જાણો રર સપ્ટેમ્બર થી ર૮ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

વૃશ્ચિક સહીત બે રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં દોડધામ રહે, સાવધાની રાખવી

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિમાં બદલાવ આવતો જોવા મળે. આવકની સામે ખર્ચનું પ્રમાણ લગભગ બમણું થતું જોવા મળે. નિશ્ચિત આયોજન સાથે આગળ વધશો તો લાભદાયી બની રહેશે. સામાજિક ક્ષેત્રે યશ-કીર્તિ પ્રાપ્ત થતી જણાય. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગનું આયોજન શક્ય બને. તા. રર થી રપ આર્થિક આયોજન. તા. ર૬ થી ર૮ સામાન્ય.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે નવી દિશાઓનું આયોજન કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સમય આપના પક્ષમાં રહેતો જણાય. વ્યાવસાયિક ક્ષેત્રે ઉન્નતિના માર્ગો ખૂલતા જણાય. વ્યાપારી વર્ગ માટેની ખરીદી માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. પારિવારિક ક્ષેત્રે મતભેદ કે મનદુઃખ હશે તો તેનું નિરાકરણ લાવી શકશો. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી ચેતતા રહેવું. તબિયત સુખાકારી સારી રહેવા પામે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્તતામાં વધારો થતો જણાય. તા. રર થી રપ લાભદાયી. તા. ર૬ થી ર૮ સાનુકૂળ.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના સ્નેહીજનો-૫રિવારજનો સાથે સમય વિતાવી શકશો. સંબંધો ગાઢ બનતા જણાય. સાંસારિક જીવનની વિટંબણાઓમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી શકશો. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો વ્યય થતો જણાય. જમીન-મકાન અંગેના વિવાદોનો હલ આવતો જણાય. તા. રર થી રપ વિવાદ ટાળવા. તા. ર૬ થી ર૮ સુખમય.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો ખર્ચ કરવા માટે આકર્ષાતા જણાવ. આર્થિક ક્ષેત્રે તીવ્ર નાણાભીનો સામનો કરવો પડી શકે છે. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ અંત આવતા માનસિક ચિંતા હળવી બને. જમીન-મકાન-મિલકતને લગતા પ્રશ્નોના પરિણામ આપના પક્ષમાં આવી શકે છે. નોકરિયાત વર્ગને કાર્યના બદલમાં પ્રશંસા સાંભળવા મળે. તા. રર થી રપ મિશ્ર. તા. ર૬ થી ર૮ ખર્ચ-ખરીદી.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે સમસ્યાઓનું નિરાકરણ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આવનારો સમય આપના માટે શુભ પરિણામ લાવી શકે તેમ જણાય છે. વ્યાપાર-ધંધામાં મંદીના વાદળો વિખેરાતા જણાય. પરિશ્રમ તથા ભાગ્યનો સાથ મળતા આર્થિક પ્રગતિ શક્ય બને. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય માલસામાનની ખરીદી માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. સ્વાસ્થ્ય એકંદરે સારૃં રહેવા પામે. યાત્રા-પ્રવાસ વિલંબમાં પડતા જણાય. દાંપત્યજીવનમાં મધૂરતા જળવાઈ રહે. તા. રર થી રપ મધ્યમ. તા. ર૬ થી ર૮ શુભ.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે મુસાફરી સૂચક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના સભ્યો સાથે કોઈ પ્રવાસ કે મુસાફરીની મજા માણી શકશો. પ્રવાસ ખર્ચાળની સાથે સાથે મજાનો પણ પૂરવાર થાય. સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું ખાસ જરૂરી જણાય છે. વ્યાપાર-ધંધા ક્ષેત્રે સમય સાનુકૂળ જણાય છે. નોકરિયાત વર્ગને સાવચેતપૂર્વક કામ કરવા સલાહ છે. કોર્ટ-કચેરીમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ ઉકેલ આવશે. તા. રર થી રપ યાત્રા-પ્રવાસ. તા. ર૬ થી ર૮ ખર્ચાળ.

 

Libra (તુલા: ર-ત)

તમારા માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને ભવિષ્યનું આયોજન કરવામાં વ્યસ્ત રહેશો. નાની-મોટી મુસાફરી કે પ્રવાસનું આયોજન શક્ય બનતું જણાય. કૌટુંબિક ક્ષેત્રે આનંદભર્યું વાણાવરણ જોવા મળે. વડીલ વર્ગ સાથે મતભેદ હશે તો દૂર થાય. નાણાકીય રીતે સમય નબળો પૂરવાર થાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો વ્યય કરવા આપ આકર્ષાઈ શકો છો. તા. રર થી રપ સાનુકૂળ. તા. ર૬ થી ર૮ મિશ્ર.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે વ્યસ્તતાભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જાહેરજીવન-સામાજિક ક્ષેત્રે આપ સક્રિય બનતા જણાવ. નાણાકીય સ્થિતિ સમતોલ રહેવા પામે. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ વ્યર્થ ખર્ચ કરવા આકર્ષાઈ શકો છો. દાંપત્યજીવનમાં કલેશ-કલહનું વાતાવરણ ન સર્જાય તેની તકેદારી રાખવી આવશ્યક બની રહે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. વ્યાપાર-ધંધામાં આપે કરેલ મહેનતનું યોગ્ય વળતર મેળવી શકશો. તા. રર થી રપ મિલન-મુલાકાત. તા. ર૬ થી ર૮ વ્યસ્તતા.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે તબિયત સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી આવશ્યક બની રહે, અન્યથા ડોક્ટરની ફરજિયાત મુલાકાતે જવું પડી શકે છે. વેપારી વર્ગને નવી ધંધાકીય ખરીદી શક્ય બને. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના-કીર્તિ પરત મેળવી શકશો. ભાઈ-બંધુ સથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ આવી શકશે. મિત્રથી લાભ થાય. વડીલ વર્ગના આશીર્વાદ લાભ અપાવી જાય. તા. રર થી રપ સ્વાસ્થ્ય સાચવું. તા. ર૬ થી ર૮ સારી.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે સુખમય પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા માનસિક રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ થાય. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં પ્રશંસા સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગ માટે ઈચ્છિત ફળ મેળવવા મહેનત કરવી પડે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. રર થી રપ સુખદ. તા. ર૬ થી ર૮ આરોગ્ય સાચવવું.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ગ્રહ-ગોચર બદલાતા સમય આપના પક્ષે આવતો જણાય. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો તેમાં ધીમી ગતિએ પણ સુધારો જોવા મળે. ગૃહસ્થજીવનમાં વાતાવરણ ઉગ્ર બની શકે છે. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ બની રહેશે. જમીન-મકાનના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં સફળતા મળે. તા. રર થી રપ તણાવ રહે. તા. ર૬ થી ર૮ શુભ ફળદાયી.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના અગત્યના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. હકીકત અને કલ્પનાની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ, માતા-પિતા તરફી સહકાર તથા સ્નેહ પ્રાપ્ત કરી શકશો. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. તા. રર થી રપ આરોગ્ય સુધરે. તા. ર૬ થી ર૮ સંભાળવું.

જાણો ૧પ સપ્ટેમ્બર થી ર૧ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

મેષ સહીત ત્રણ રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં શુભ સમાચાર આવે, આર્થિક સ્થિતિ સારી રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ શુભ સમાચાર મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. નોકરી-ધંધામાં કોઈ વિશેષ લાભની પ્રાપ્તિ થાય. સંતાન તરફથી શુભ સમાચાર સાંભળવા મળે. માતા-પિતા-વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતા રખાવે. વિશ્વાસે વહાણ હંકારવા નહીં. વ્યાવસાયિક ક્ષેત્રે આશાજનક પરિણામ જોવા મળે. આર્થિક સ્થિતિને સમતોલ રાખી શકશો. આળસ ત્યજીને કામમાં મન પરોવવું જરૂરી જણાય છે. તા. ૧પ થી ૧૮ સામાન્ય. તા. ૧૯ થી ર૧ શુભ સમાચાર મળે.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે સામાજિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે અથવા તો ધાર્મિક કે માંગલિક કાર્યોનું આયોજન શક્ય બને. નોકરી-ધંધા ક્ષેત્રે શુભ ફળ ચાખવા મળે. કોઈ નવો કોન્ટ્રાક્ટ, ટેન્ડર કે ઓર્ડર મળવાથી આપ ખુશ જણાવ. સરકારી, કાનૂની મામલે સચેત રહેવું જરૂરી જણાય છે. દાંપત્યજીવનમાં મધુરપ જણાય. નાણાકીય બાબતે આપને કોઈ નોંધપાત્ર લાભ મળી શકે તેમ જણાય છે. તા. ૧પ થી ૧૮ લાભદાયી. તા. ૧૯ થી ર૧ સરળતા રહે.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે વ્યસ્તતા વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યર્થ અથવા કોઈ કારણોસર આપને દોડધામ રહ્યા કરે. માનસિક ચિંતા-ઉદ્વેગ-ઉચાટ રહે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં વાતાવરણ શુભ જણાય. નોકરિયાત વર્ગને સમય મધ્યમ ફળદાયી બની રહે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. ઘર-પરિવારમાં વાદ-વિવાદભર્યું વાતાવરણ બની રહે. નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. પૈતૃક સંપત્તિ બાબતે વાદ-વિવાદ રહ્યા  કરે. તા. ૧પ થી ૧૮ દોડધામ રહે. તા. ૧૯ થી ર૧ સામાન્ય.

 

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે મનની શાંતિ અને સ્વાસ્થતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની ચિંતાના આવરણો દૂર થઈ માનસિક શાંતિ અને સ્વસ્થતા પામી શકશો. આપના મક્કમ મનોબળથી આપના પડતર કાર્ય પૂર્ણ કરી શકશો. મુસાફરીના યોગ જણાય છે. શારીરિક સ્વાસ્થ્ય જોખમાય તેવી શક્યતા જણાય છે. દાંપત્યજીવનમાં ચકમક ઝરે તેવા પ્રસંગો બનવા પામે. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બનતી જણાય. નાણાભીડનો સામનો કરવો પડે. તા. ૧પ થી ૧૮ સામાન્ય. તા. ૧૯ થી ર૧ શાંતિપૂર્ણ.

 

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે નાની-મોટી રૂકાવટો-અડચણો આવવાની શક્યતા જણાય છે. માનસિક સ્થિતિ ડામાડોળ થતી જણાય. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા-પરેશાની રહ્યા કરે. ઘર-પરિવારમાં કલેશ-કલહનું વાતાવરણ જણાય. યાત્રા-પ્રવાસ લાભદાયી સાબિત થાય. ભાઈ-ભાંડુ સાથે મતભેદ ઉદ્ભવે. કોઈ વગદાર વ્યક્તિની મદદથી આપની સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની શક્યતા પ્રબળ જણાય છે. તા. ૧પ થી ૧૮ નાણાભીડ. તા. ૧૯ થી ર૧ યાત્રા-પ્રવાસ.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે સ્વાસ્થ્ય સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના સ્વાસ્થ્યમાં સુધાર આવતો જોવા મળે. જુની બીમારીમાં રાહત થતી જણાય. આપની માનસિક સ્થિતિ સ્વસ્થ અને દૃઢ બનતી જણાય. નાણાકીય સ્થિતિ સમતોલ રાખવામાં સફળ બની રહેશો. મિત્રો-સ્નેહી-સ્વજનોનો સાથ-સહકાર મેળવી શકશો. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિની તકો મળતી જણાય. ઘર-પરિવારના મામલે સમસ્યાઓ ઉદ્ભવવાની શક્યતા રહે. તા. ૧પ થી ૧૮ સ્વાસ્થ્ય સુધરે. તા. ૧૯ થી ર૧ સારી.

 

Libra (તુલા: ર-ત)

આપના માટે આર્થિક લાભ અપાવતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન અટવાયેલા-રોકાયેલા નાણા પરત મળી શકે. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે તેજીના દર્શન થાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળે, જો કે આરોગ્ય વિષયક સમસ્યાઓનો સામનો કરવો પડે. પેટ સંબંધીત રોગોથી પરેશાની રહે. ઘર-પરિવાર બાબતે ભાઈ-ભાંડુ સાથે અણબનાવ કે મતભેદ હશે તો દૂર થાય. આધ્યાત્મિક બાબતોમાં રૂચી વધતી જણાય. યાત્રા-પ્રવાસમાં અડચણ-રૂકાવટ આવે. મિત્રથી લાભ થાય. તા. ૧પ થી ૧૮ લાભ. તા. ૧૯ થી ર૧ આરોગ્ય સાચવવું.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે તડકા-છાય જેવું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ દિવસોમાં માન-સન્માનમાં વધારો થાય. સામાજિક જીવનમાં વ્યસ્તતામાં વધારો થાય. શત્રુ વિરોધીઓ નરમ પડતા જણાય. વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ એકંદરે સામાન્ય રહે. ઘર-પરિવાર બાબતે પડતર પ્રશ્નોનો નિકાલ લાવી શકશો. નાણાકીય સ્થિતિ મંદ પડતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે માસિક બજેટ હાલક-ડોલક થતું જણાય. યાત્રા-પ્રવાસ આનંદદાયી અને ખર્ચાળ પૂરવાર થાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં મુશ્કેલી રહી શકે. તા. ૧પ થી ૧૭ મિશ્ર. તા. ૧૮ થી ર૧ ખર્ચ-વ્યય.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે ધાર્યા કાર્યો પૂર્ણ કરાવતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયમાં ગ્રહ-ગોચર મહદ્અંશે આપના પક્ષમાં હોય, મહત્ત્વના કામમાં સરળતા રહે. વ્યવસાય ક્ષેત્રે નવું સાહસ ફળદાયી પૂરવાર થાય. રચનાત્મક પ્રવૃત્તિઓ થકી વ્યાપાર-વ્યવસાયનો વ્યાપ વધતો જણાય, જો કે ગૃહસ્થજીવનનું વાતાવરણ ડહોળાઈ શકે છે. ક્રોધ-આવેશ પર નિયંત્રણ રાખશો તો ફાયદામાં રહેશો. સ્વાસ્થ્ય બાબતે ઋતુગત બીમારીથી પરેશાની રહે. તા. ૧પ થી ૧૮ સફળતા. તા. ૧૯ થી ર૧ વાદ-વિવાદ ટાળવો.

 

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે સંભાળ તથા શાંતિથી કાર્ય કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે શત્રુ વિરોધીઓથી સાવચેત રહેવું સલાહભર્યું બની રહે. આપનું સ્વાસ્થ્ય નબળું જણાય. દાંપત્યજીવનમાં એકમેકનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. પડવા-વાગવાથી સાવધાની રાખવી. કુટુંબ-પરિવારમાં મતભેદ હશે તો તેનો ઉકેલ લાવવામાં સમર્થ બની રહેશો. યાત્રા-પ્રવાસ દ્વારા આર્થિક લાભ મેળવી શકશો. ભાગ્યનો સાથ રહેવાને કારણે પ્રગતિ સાધી શકશો. તા. ૧પ થી ૧૮ સાવધાની રાખવી. તા. ૧૯ થી ર૧ સાનુકૂળ.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પરિશ્રમદાયી સપ્તાહ શરૂ થાય છે. આ દિવસો દરમિયાન મહત્ત્વના કાર્યોમાં કાળજી રાખવી. ધાર્યા કામમાં વિલંબ થતા અકળામણ-બેચેનીનો અનુભવ થઈ શકે. વ્યાવસાયિક બાબતે મોટું આર્થિક રોકાણ-સાહસ ટાળવું યોગ્ય રહેશે. સ્વાસ્થ્ય વિશે કોઈ સમસ્યા હશે તો તેનો નિકાલ આવતા રાહત અનુભવશો. કૌટુંબિક ક્ષેત્રે કોઈ મહેમાન આપના ઘરની ઓચિંતી મુલાકાતે આવી શકે છે. સંતાનોના પ્રશ્નો ગુંચવાતા જણાય. જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલ જાતકોને પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. તા. ૧પ થી ૧૮ પરિશ્રમ. તા. ૧૯ થી ર૧ સ્વાસ્થ્ય સાવવું.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે નવીન તક અપાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને નવી તકો મળે અને નવીન વિચાર, યોજના, કાર્યો અમલમાં મૂકી શકવાનો અવસર પ્રાપ્ત થાય. રાજકીય ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ સંભાળવું. વિદ્યાર્થીઓને મહેનતનું ફળ આશા મુજબનું મળે. સંતાન બાબતેના પ્રશ્નોનું સમાધાન મળી રહે. જમીન-મકાન-વાહનની ખરીદીના યોગ જણાય. સરકારી કાર્યોમાં રૂકાવટ જણાય. સ્વાસ્થ્ય બાબતે સંભાળવું. વાણી ઉપર સંયમ જાળવવો. તા. ૧પ થી ૧૮ નવીન કાર્ય થાય. તા. ૧૯ થી ર૧ મિશ્ર.

close
Ank Bandh