Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોપટભાઈ સોરઠિયા હત્યા કેસ સંદર્ભે
નવી દિલ્હી તા. ૧: અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રિમ કોર્ટથી રાહત નહીં મળતા સરેન્ડર થઈને જેલમાં જવું પડશે, તેમ જાણવા મળે છે.
અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રિમ કોર્ટમાં કોઈ રાહત મળી નથી. સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટનો આદેશ યથાવત્ રાખ્યો છે. સુપ્રિમ કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાને ૧૮ સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અનિરૂદ્ધસિંહ જાડેજાએ સજા માફી યથાવત્ રાખવા સુપ્રિમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. ઉલ્લેખનિય છે કે, અનિરૂદ્ધસિંહ જાડેજાએ સજા માફી યથાવત્ રાખવા સુપ્રિમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.
ગોંડલમાં ૧૯૮૮ માં ૧પ મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને ૧૯૮૮માં સજા માફીના સરકારના હુકમને હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી ચાર સપ્તાહમાં તેને સરન્ડર થવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રિમ કોર્ટમાં લીવ પિટિશન કરી છે, જો કે સુપ્રિમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. એટલે હવે અનિરૂદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવું પડશે અને જેલમાં રહેવું પડશે.
પ્રાપ્ત માહિતી મુજબ ગઈ ર૯ સપ્ટેમ્બરના સુપ્રિમ કોર્ટમાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ સ્પે. લીવ પિટિશન (ક્રિમીનલ) રજૂ કરી હતી. જે બીજા દિવસે એટલે કે ૩૦ સપ્ટેમ્બરના દાખલ થઈ હતી. તેના નંબર પણ પડી ગયા છે. સુપ્રિમ કોર્ટના જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જની બેંચ સમક્ષ આ લીવ પિટિશનની સુનાવણી થઈ હતી. આજે સુપ્રિમ કોર્ટે કોઈ રાહત આપી ન હતી.
ઉલ્લેખનિય છે કે, અનિરૂદ્ધસિંહ જાડેજા રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં છેલ્લા ચારેક મહિનાથી વોન્ટેડ હતાં તે દરમિયાન જ હાઈકોર્ટનો સજા માફી રદ્ કરવાનો હુકમ આવ્યો હતો. પોલીસ સૂત્રોએ તે વખતે જણાવ્યું હતું કે, હાઈકોર્ટે આ બાબતે પોલીસને કોઈ ડાયરેક્શન આપ્યું નથી, પરંતુ પોલીસ અગાઉથી જ અમિત ખૂંટ આપઘાત કેસમાં શોધખોળ કરી રહી છે, જો કે આજ સુધી પોલીસને અનિરૂદ્ધસિંહ જાડેજાનું કોઈ ચોક્કસ લોકેશન મળ્યું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial