Advertisement
Author: નોબત સમાચાર

સમગ્ર શ્રાવણ મહિનામાં નગર ભ્રમણ કરતા ભગવાન મહાદેવજીના આશુતોષ સ્વરૂપની પૂજા-અર્ચના સંપન્ન

જામનગરના ધારાસભ્ય, મેયર, પૂર્વ સાંસદ, મનપાના પદાધિકારીઓ નગરના મહાનુભાવો જોડાયા મહાઆરતીમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક શ્રી રામદૂત હનુમાનજી ના મંદિરે ભગવાન શિવજીના આશુતોષ મહાદેવ ના સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેમાં નગરના મહાનુભવો ઉપસ્થિત રહૃાા હતા, અને ભગવાન શિવજીનું પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી.

મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ) અને તેઓની સમગ્ર ટીમ દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજીના આસુતોષજી ના સ્વરૂપનું નગર ભ્રમણ કરાવાય છે, અને શહેરના ૩૦ જેટલા શિવભક્તોના નિવાસસ્થાને પ્રતિદિન ભગવાન શિવજીના સ્વરૂપને વાજતે ગાજતે લઈ જવામાં આવે છે, અને એક દિવસનું રાત્રી રોકાણ તે શિવભક્તના નિવાસ સ્થાનમાંજ કરવામાં આવે છે. જ્યાં ધૂન ભજન આરતી મહાપૂજા તથા અન્ય વિશેષ ધાર્મિક કાર્યક્રમો ભારે ધામધૂમથી ઉજવાય છે.

જે પરંપરા આ વખતે પણ ચાલુ રખાઇ છે.અને અષાઢી અમાસ ના તહેવારે પવિત્ર શ્રાવણ માસને આવકારવા માટે પંચેશ્વર ટાવર સ્થિત શ્રી રામદૂત હનુમાનજી મંદિરમાં ભગવાન શિવજીના અશુતોષ સ્વરુપ નું પૂજન અર્ચન કરાયું હતું.

જેમાં જામનગર શહેરના ધારાસભ્ય રિવાબા જાડેજા, નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, જામનગર શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપના કોર્પોરેટર પરાગભાઈ પટેલ, જયરાજસિંહ જાડેજા, સુભાષભાઈ જોશી, અલકાબા જાડેજા, ગોપાલભાઈ સોરઠીયા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા અને અશોકભાઈ નંદા, બ્રહ્મ અગ્રણી હર્ષદભાઈ ત્રિવેદી, જગતભાઈ રાવલ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ કેતનભાઇ ભટ્ટ, તક્ષશિલા ના ગુણવંતભાઈ ભટ્ટ, સમસ્ત લેવાઆ પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, એડવોકેટ રમેશભાઈ વેકરીયા, એડવોકેટ ભાવિનભાઈ ભોજાણી,કલ્પેશભાઈ ઠાકર, ઉદ્યોગપતિ શ્રી સાવલિયા, આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ ડો. હાર્દિકભાઈ અનડકટ શહેર ભાજપ વોર્ડ ના ૩ ના પ્રમુખ નરેનભાઈ ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા, અને તેઓ દ્વારા પૂજન અર્ચન અને મહા આરતી કરવામાં આવી હતી. મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ) અને તેઓની ટીમ દ્વારા સર્વે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh