Advertisement
Author: નોબત સમાચાર

બાકી રહેલા વીજબીલ ભરવાની દરકાર ન કરતા ૫૪૭ આસામીના કપાયા જોડાણ

રૂ.૪૨ કરોડ ૬૪ લાખના બીલ ભરી આપવા તાકીદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: ચાલુ વર્ષમાં જામનગર તથા દ્વારકા જિલ્લાના ૧રર૮૧૧ ગ્રાહકોએ પોતાના વીજબીલ ભરપાઈ કરવાની દરકાર કરી નથી તેથી વીજ કંપનીએ રૂ.૬ર કરોડથી વધુની રકમ વસૂલવાની બાકી રહી છે. બાકી બીલની ભરપાઈ કરાવવા માટે વીજ કંપનીની ૧૦૦ ટૂકડી મેદાનમાં ઉતરી છે. તેઓએ ૫૪૭ ગ્રાહકના વીજ જોડાણ કટ કર્યા છે. ચાલુ મહિનાના અંત સુધીમાં બાકીદારોને બીલ ભરપાઈ કરવા તાકીદ કરાઈ છે.

જામનગર શહેર તથા જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વીજબીલ પેટેના પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.એ રૂ.૬૨ કરોડ ૩૪ લાખ લેવાના બાકી રહે છે. બંને જિલ્લાના મળી કુલ ૧,૨૨,૮૧૧ આસામીઓએ ઉપરોક્ત રકમના વીજબીલ ભરપાઈ કર્યા નથી.

આ આસામીઓને બનતી ત્વરાએ પોતાના બાકી રહેતા બીલ ભરી આપવા માટે પીજીવીસીએલની જામનગરની કચેરી દ્વારા તાકીદ કરવામાં આવી છે. તે ઉપરાંત જે ગ્રાહકોના બીલ બાકી છે તેમની પાસેથી નાણાની વસૂલાત કરવા માટે વીજ કંપની દ્વારા કડકાઈથી કામગીરી કરવામાં આવી રહી છે.

બાકીદારોના વીજ જોડાણો કાપવા સુધીની કામગીરી માટે વીજ કંપનીની ૧૦૦થી વધુની ટીમની રચના કરવામાં આવી છે. આ ટુકડીઓ જે તે ગ્રાહકના વીજ મીટર ઉતારી લેવા ઉપરાંત સર્વિસ કાપવા અને જરૂર પડ્યે ટ્રાન્સફોર્મર પણ ઉતારી લેવા માટે કટિબદ્ધ બની ઝુંબેશ ચલાવી રહી છે. જો કે, ચાલુ મહિનામાં ર૮૪ર૯ ગ્રાહકોએ પોતાના બાકી રહેતા વીજબીલના રૂ.૧૭ કરોડ ૭પ લાખ ભરપાઈ કરી આપ્યા છે પરંતુ ૫૪૭ ગ્રાહકોએ વીજબીલ ન ભરતા તેઓની પાસેથી લેવાના થતા રૂ.૧ કરોડ ૯૪ લાખ સામે તેઓના વીજજોડાણો કાપવામાં આવ્યા છે.

ઉપરોક્ત કામગીરી ઉપરાંત ૯૩૮૩૫ બાકીદારો પાસેથી વીજ કંપનીએ રૂ.૪૨ કરોડ ૬૪ લાખના બીલ લેવાના બાકી છે. આ બીલ ચાલુ મહિનામાં ભરપાઈ નહીં થાય તો કંપનીના નિયમ અનુસાર વીજજોડાણ રદ્દ કરી નાખવામાં આવશે. વીજબીલ ભરવા માટે ગ્રાહકો જે તે પેટા વિભાગીય કચેરી અથવા ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે અને બીઓબી, આઈસીઆઈસીઆઈ અને એચડીએફસીના એટીએમ મશીનથી પણ પેમેન્ટ કરી શકાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh