Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પ્રાથમિક શાળાના બાળકો હજુ સુધી સ્વઅધ્યયન પોથીથી વંચિત

વેકેશન ખુલ્યાના ૪૦ દિવસ પછી પણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: ખેલશે ગુજરાત, ભણશે ગુજરાત જેવા રૂપકડા નારાઓ સરકારે વહેતા કર્યા છે, પરંતુ હકીકત જોઈએ તો કાંઈક જુદી જ છે.

બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થવાના ૪૦ દિવસ સુધી નાના ધોરણના બાળકોને સ્વઅધ્યયન પોથી મળી ન હતી. આખરે વ્યાપક ફરિયાદ પછી હવે વિતરણ શરૂ થયું છે. આમ પાયામાં જ શિક્ષણ મેળવતા સમયે ડચકા ખાતી સુવિધા સામે ભવિષ્યમાં શું થશે? તે અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે.

દિવાળી વેકેશન પૂર્ણ થયું અને તા. ૬-૧૧-ર૦રપ થી બીજુ સત્રનો પ્રારંભ થયો છે, જેને આજે લગભગ ૪૦ દિવસ થયા, પરંતુ ધો. ૧, ર સહિતના બાળ વિદ્યાર્થીઓને સ્વઅધ્યય પુસ્તક મળ્યું ન હતું. આ અંગે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાએ રજૂઆતો કરી હતી. આખરે અન્ય ધોરણનું પુસ્તક આવી ગયું છે, પરંતુ ધો. ૧ અને ર નું પુસ્તક હજુ પણ આવ્યું નથી. આ સ્વઅધ્યયન પોથીમાં જ બાળકને લખવાનું હોય છે. આથી ૪૦ દિવસથી બાળકો આ પુસ્તકથી વંચિત છે.

આ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારીના જણાવ્યા અનુસાર સ્વઅધ્યયન પોથીનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને બે દિવસમાં તમામ બાળકોને સોંપી દેવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યા મુજબ પ્રજ્ઞાન અભિગમની શિક્ષકો અભ્યાસ કરાવતા હોય છે, એટલે બાળકોના શિક્ષણ ઉપર કોઈ ખાસ વિપરીત અસર થશે નહીં.

પરંતુ અત્રે ઉલ્લેખનિય છે કે, કોઈપણ પુસ્તક સરકારે પ્રકાશિત કર્યું હોય તો તેની ઉપયોગીતા હોય છે. અન્યથા શા માટે તેનું પ્રકાશન કરી નાણાનો ખર્ચ કરે? આ મુદ્દે હાલ શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh