Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનપર તથા દ્વારકા શહેરમાં પણ જુગારના દરોડાઃ
જામનગર તા. ૧૫: ભાણવડના માનપરમાં ગંજીપાના કૂટતા ચાર શખસ ઝડપાયા છે. દ્વારકા શહેરમાંથી એક મહિલા સહિત ચાર તીનપત્તી રમતા પકડાયા છે અને ખંભાળિયામાંથી ગઈરાત્રે ચાર પત્તાપ્રેમીની પોલીસે ધરપકડ કરી છે.
ભાણવડ તાલુકાના માનપર ગામમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા હોવાની બાતમી પરથી ભાણવડ પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી કિરણભાઈ બાબુભાઈ સીંગરખીયા, અલીમામદ ઓસમાણ શેઠા, નરેશ અમુભાઈ સીંગરખીયા, છગનભાઈ લાખાભાઈ વાઘેલા નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ.૫૧૩૦ રોકડા કબજે કરાયા છે. દ્વારકા શહેરમાં વાલ્મિકીવાસમાંથી ભાનુબેન પરેશભાઈ વાઘેલા, કપિલ દિનેશભાઈ ચૌહાણ, શ્રીકાંત હિમતભાઈ વાઘેલા, પરેશ મેઘજીભાઈ વાઘેલા નામના ચાર વ્યક્તિને પોલીસે રૂ.૧૦૧૨૦ સાથે પકડી લીધા છે.
ખંભાળિયા શહેરમાં બેઠક રોડ પરથી ગઈરાત્રે ધનાભાઈ નારણભાઈ કાંબરીયા, ભરત કાળુભાઈ ભારવડીયા, નિકેશ ચંદુભાઈ ઘેડીયા, અજય આલાભાઈ કાંબરીયા નામના ચાર શખ્સ તીનપત્તી રમતા ઝડપાઈ ગયા છે. રૂ.૩ર૮૦૦ પટમાંથી કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial