Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના પ્રહાર ભુવનના મેનેજર સામે નોંધાયો હતો ગુન્હોઃ
દ્વારકા તા. ૧૫: દ્વારકાના પ્રહાર ભુનવમાં દોઢ વર્ષ પહેલાં સફાઈકામ કરવા આવેલા એક મહિલાની સગીર વયની ભત્રીજી પર નજર બગાડી તેણીને રૂ.૨૦ આપી અડપલા કરનાર ભુવનના મેનેજર સામે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
દ્વારકા શહેરના નિલકંઠ ચોકમાં રહેતા અને વર્ષ ૨૦૨૩માં ચરકલા ફાટક રોડ પર પ્રહાર ભુવનમાં મેનેજરની નોકરી કરતો નયનેશ શંકરલાલ વાયડા ઉર્ફે નયલેશ નામનો શખ્સ ગઈ તા.રપ-૧૦-૨૩ની બપોરે પ્રહાર ભુવનમાં હતો. ત્યારે ત્યાં સફાઈકામ કરવા આવેલા એક મહિલાની સાથે આવેલી સગીર વયની ભત્રીજીને રૂ.૨૦ હજારી આ શખ્સે અડપલા કર્યા હતા.
હેબતાયેલી સગીરાએ ત્યાંથી દોડીને પોતાના ભાભુ પાસે પહોંચી તેની વાત કર્યા પછી સગીરાના મોટાબાપુ તેમજ માતા-પિતા આવી પહોંચ્યા હતા અને તેણીના પિતાએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં નયનેશ વાયડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ દ્વારકાની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા અદાલતે એપીપી અમિત વ્યાસની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી નયનેશ શંકરલાલ વાયડાને પોક્સો એક્ટની કલમ ૯ (એમ) હેઠળ તથા કલમ ૧૦ હેઠળ તક્સીરવાન ઠરાવી સાત વર્ષની સખત કેદની સજા અને રૂ.૫ હજારનો દંડ ફટકાર્યાે છે. આ સગીરાને પુનઃવસન માટે રૂ.૧ લાખનું વળતર કમ્પેઈન્સેશનમાંથી ચૂકવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial