Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૩૪ વિદ્યાર્થીઓને પદવી એનાયતઃ ઉચ્ચત્તમ મેરીટ પ્રાપ્ત કરનાર પાંચ અને સંશોધન કરનાર બે વિદ્યાર્થીઓને મેડલઃ
જામનગર તા. ૧રઃ જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (આઈટીઆરએ) એ આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદ ક્ષેત્રે રાષ્ટ્રનું સૌ પ્રથમ રાષ્ટ્રીય મહત્ત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન છે. આ સંસ્થાનો પ્રથમ પદવિદાન સમારોહ કેન્દ્રિય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આઈટીઆર.એ.ના ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા નેસરી અને તેની સમગ્ર આઈ.ટી.આર.એ.ની ટીમ દ્વારા ઈટ્રાના પ્રથમ પદવિદાન સમારંભનું આયોજન કરાયું હતું.
આ સમારોહમાં કેન્દ્રિય મંત્રી પ્રતાપરાવ જાધવ, સંસદસભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, વિજ્ઞાન ભારતના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શેખર માંડે, આયુષ મંત્રાલયના અધિકારી સત્યજીત પોલ, ઈટ્રાના ડીન પ્રો. હિતેષ વ્યાસ, ઈટ્રાના ગવર્નીંગ બોડીના સભ્ય, ડબલ્યુએચઓના અધિકારી ગીતા કૃષ્ણન, મયંક બંસલ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પદવિદાન સમારોહમાં કુલ ર૩૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં એમ.ડી./એમ.એસ.ના ૧૪૩ તબીબી વિદ્યાર્થીઓ, એમ. ફાર્મ આયુર્વેદના ૩પ, એમ.એસ.સી. મેડિકલ પ્લાન્ટના ર, ડિપ્લોમા આયુર્વેદ ફાર્મસીના ૩૩, ડિપ્લોમા નેચરોપેથીના ૧૮, પી.જી.ડી.વાય.એન.ના ૩ વિદ્યાર્થીઓએ સમારોહમાં હાજરી આપી પદવી ગ્રહણ કરી હતી. આયુર્વેદનો અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓએ પણ પદવિદાનમાં પોતાની ડીગ્રી મેળવી હતી. સમારોહમાં પાંચ વર્ગમાં સૌથી ઉત્તમ અને ઉચ્ચત્તમ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતાં. વધુમાં શ્રેષ્ઠ સંશોધન અને શ્રેષ્ઠ સંશોધન પ્રકાશન માટે બે વિદ્યાર્થીઓને વિશેષ મેડલ એનાયત થયા હતાં.
આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવની અધ્યક્ષતામાં યોજાયેલા પદવિદાન સમારોહમાં કુલ બે રાષ્ટ્રીય સંસ્થાઓ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતાં, જેમાં ઈટ્રા અને સીએસઆઈઆર-નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરડિસિપ્લિનરી સાયન્સ એન્ડ ટેકનોલોજી, તિરવનંતપુરમ્ તેમજ ઈટ્રા અને ફાર્માકોપિયા કમિશન ફોર ઈન્ડિયન મેડિસિન એન્ડ હોમિઓપેથી ગાઝિયાબાદ વચ્ચે એમ.ઓ.યુ. દ્વારા વિજ્ઞાન, ટેકનોલોજી અને અન્ય ચિકિત્સા પદ્ધતિઓ સાથે મળી દવાઓ, લકસ્વાસ્થ્ય અને નૂતન સંધોનોને આકાર આપવામાં આવશે.
ઈટ્રાના દિક્ષાંત સમારોહમાં વિશેષ પ્રવચન વિજ્ઞાનભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. શેખર માંડે દ્વારા આપવામાં આવ્યું હતું. કોરોનાકાળ અને તેના પછીના સમયમાં લોકોની પરપંરાગત ચિકિત્સા પ્રત્યેની રૃચિ ખૂબ વધી છે. તેમાંય ખાસ કરીને આયુર્વેદ ચિકિત્સા પ્રત્યે વધુ અભિમૂખ થયા છે. આજે સંપૂર્ણ માનવ સ્વાસ્થ્ય માટે કાર્યરત આયુર્વેદ એ ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે અને તેથી જ બહોળી સંખ્યામાં આયુર્વેદ જીવનશૈલી અપનાવતા થયા છે.
ઈટ્રાના પદવિદાન સમારોહ પૂર્વે આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ દ્વારા આઈ.ટી.આર.એ.ની મુલાકાત દરમિયાન વિવિધ વિભાગો અને હોસ્પિટલની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં ધન્વન્તરિ મંદિરમાં ભગવાન ધન્વન્તરિજીની મૂર્તિને પૂજન કર્યું હતું. બાદમાં ડબલ્યુ.એચ.ઓ.નાજી.ટી.એમ.સી. બિલ્ડીંગની મુલાકાત અને ત્યારપછી ઈટ્રાના મુખ્ય ભવનમાં ડો. પી.એમ. મહેતાની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. ઈટ્રાના ગ્રંથાલયમાં ઉપલબ્ધ હજ્જારો પુસ્તકો, ગ્રંથો અને હસ્તપ્રતો નિહાળી તેઓ અભિભૂત થયા હતાં. બાદમાં આયુર્વેદ દવાઓ અને વૃક્ષ ઔષધિઓ માટે તૈયાર થયેલા દ્રવ્યગુણ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. ઈટ્રાના મુખ્ય બિલ્ડીંગમાં મંત્રી પ્રતાપરાવ જાધવના વરદ્ હસ્તે અતિઆધુનિક સુવિધા યુક્ત કમિટી રૃમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેને પ્રો. એમ.એસ. બઘેલા કમિટી રૃમ નામકરણ કરવામાં આવ્યું છે. ઈટ્રા સંસ્થામાં કાર્યરત હોસ્પિટલ ઓ.પી.ડી.-આઈ.પી.ડી. અને વિવિધ લેબોરેટરીની મુલાકાત તેઓએ લીધી હતી. ધન્વન્તરિ મેદામાં મંત્રીના હસ્તે યોગપાર્કનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જામનગર એટલે આયુર્વેદ ક્ષેત્ર માટે પ્રથમેશ પરિસરઃ વર્ષ ૧૯૪૪ માં રાજવી જામ પરિવાર દ્વારા આયુર્વેદ ચિકિત્સા માટે કેન્દ્ર સ્થપાયું ત્યારપછી વર્ષ ૧૯૪૬ માં સૌ પ્રથમ ગુલાબકુંવરબા આયુર્વેદ સંસ્થાની સ્થાપના થઈ. આઝાદી વર્ષ ૧૯૪૭ માં આયુર્વેદ માટે આધુનિક સંધોન કેનદ્ર અહીં સ્થપાયું. વર્ષ ૧૯પ૪ માં સૌ પ્રથમ કેન્દ્રિય સંશોધન કેન્દ્ર સી.આઈ.આર.આઈ. એસ.એમ. પણ અહીં સ્થપાયું. વર્ષ ૧૯પ૬ માં ભારતવર્ષનો સૌ પ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ (અનુસ્નાતક) શિક્ષણ સંસ્થાન પણ અહીં જ સ્થપાયું. વર્ષ ૧૯૬૭ માં અહીં વિશ્વની સૌ પ્રથમ આયુર્વેદ વિશ્વ વિદ્યાલય શરૃ કરવામાં આવ્યું. આયુર્વેદ ક્ષેત્રનું સૌ પ્રથમ અને એક માત્ર કેન્દ્ર ડબલ્યુ.એચ.ઓ.નું કોલોબ્રેટિવ સેન્ટર ફોર રિસર્ચ પણ અહીં જ સ્થપાયું. વર્ષ ર૦ર૦ માં દેશની સૌ પ્રથમ અને એક માત્ર રાષ્ટ્રીય મહત્ત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ઈટ્રા) પણ અહીં જ સ્થપાઈ અને ડબલ્યુ.એચ.ઓ. દ્વારા વિશ્વનું સૌ પ્રથમ અને એક માત્ર આઉટ પોસ્ટ સ્ટેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશલ મેડિસિન (જી.સી.ટી.એમ.) પણ જામનગરના ગોરધનપરમાં સ્થપાયું છે.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઈન આયુર્વેદ (આઈ.ટી.આર.એ.) દ્વારા ૧પ રાષ્ટ્રીય અને ઓસ્ટ્રેલિયા, જાપાન, ફ્રાન્સ, અર્જેન્ટિના, બ્રાઝિલ, વગેરે આઠ દેશોની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરી વિશેષ શૈક્ષણિક અને બીનશૈક્ષણિક કાર્યો હાથ ધરાયા છે. આઈ.ટી.આર.એ.માં સમૃદ્ધ અને અદ્યતન લાયબ્રેરી છે, જેમાં ત્રીસ હજારથી વધુ પુસ્તકો અને પાંચ હજારથી વધુ હસ્તપ્રતો (મેન્યુસ્ક્રિપ્ટ) ઉપલબ્ધ છે. અહીં એનિમલ હાઉસ પણ છે જ્યાં નિયત માનદંડોને અનુસરીને તબીબી અને ઔષધિય સંશોધનો કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial